ચોપર ડીલઃ એસપી ત્યાગીની સીબીઆઇ દ્વારા પૂછપરછ

SP-Tyagi
નવી દિલ્હી, 6 માર્ચઃ વિવાદીત ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ સંબંધમાં બુધવારે સીબીઆઇ દ્વારા પૂર્વ વાયુસેનાધ્યક્ષ એસપી ત્યાગી અને તેમના ત્રણ ભાઇની પૂછરપરછ કરવામાં આવી રહી છે.

સીબીઇએ સૌથી પહેલા ત્યાગી બંધુ(જુલી ત્યાગી, ડોક્સા ત્યાગી અને સંદીપ ત્યાગી)ની દિલ્હીના હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી, બાદમાં પૂર્વ વાયુસેનાધ્યક્ષ એસપી ત્યાગીની પણ પૂછપરછ કરવામાં આવી.

નોંધનીય છે કે, હેલિકોપ્ટર ડીલમાં દલાલી લેવાના સંબંધમાં શંકાની સોઇ ત્યાગી બંધુઓ તરફ ઇશારા કરી રહી છે. બીજી તરફ પૂર્વ વાયુસેનાધ્યક્ષ પર પણ ઉચાપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇ તપાસ બાદ દાખલ કરવામાં આવેલા પ્રારંભિક અહેવાલ અનુસાર હેલિકોપ્ટર ડીલના સંબંધમાં 362 કરોડ રૂપિયાની દલાલી કોઇ ભારતીયને આપવામાં આવી હતી. આ સંબંધમાં સીબીઆઇએ મંગળવારે એરોમેટ્રિક્સ કંપનીના સીઇઓ પ્રવીણ બક્સીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X