Bcci ચીફના ઘરેથી CBIએ ઝપ્ત કરી 11 ઇમ્પોર્ટેડ કાર

srinivasan
ચેન્નાઇ, 23 માર્ચઃ કસ્ટમ ડ્યૂટી ચુકાવવા વગર ખરીદવામાં આવેલી ગાડીઓ વિરુદ્ધ સીબીઆઇનું ઓપરેશન શુક્રવારે પણ ચાલું રહ્યું. ચેન્નાઇમાં ગત બે દિવસોમાં સીબીઆઇએ આવી 33 ગાડીઓ ઝપ્ત કરી છે. તેમાંથી 11 ગાડીઓ બીસીસીઆઇના પ્રમુખ એન શ્રીનિવાસનના નામ પર છે. સૂત્રોએ કહ્યું છે કે આ મામલે ક્રિકેટ બોર્ડના મુખિયાની સીબીઆઇ પૂછપરછ કરી શકે છે.

આખો મામલો વિદેશી ગાડીઓના સ્મગલર એલેક્સ સી જોસેફની ગાડીઓ સાથે જોડાયેલો છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ(ડીઆરઆઇ)ની યાદીમાં જોસફ વર્ષ 2000થી જ વોન્ટેડ છે. આરોપ છે કે જોસેફ 400થી વધારે લગ્ઝરી ગાડીઓની સ્મગલિંગની અને અંદાજે 500 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી. ડીઆરઆઇનો કેસ દાખલ કરવામા આવ્યા બાદ મામલો સીબીઆઇને ટ્રાન્સફર કરી દીધો છે.

આ મામલો ગુરુવારે સીબીઆઇ ડીએમકે નેતા એમ કરુણાનિધિના પુત્ર સ્ટાલિનના ઘરે પણ ગઇ હતી. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ જે હમર ખરીદી છે તેના પર ડ્યૂટી ચુકવવામાં આવી નથી. જો કે, આ એસયુવી મળી નહોતી. ગુરુવારે સીબીઆઇએ 17 અને શુક્રવારે 16 આવી ઇમ્પોર્ટેડ ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી, જે જોસેફ પાસેથી ખરીદવામાં આવી હોવાની જાણકારી મળી હતી.

આમ સીબીઆઇએ અત્યારસુધી કુલ 33 ગાડીઓ ઝપ્ત કી છે. એજન્સીનું કહેવું છે કે આ આંક હજુ પણ વધી શકે છે. સીબીઆઇ ડાયરેક્ટર રંજીત સિન્હાએ જણાવ્યું કે આ ગાડીઓને ઝપ્ત કર્યા બાદ જિમ્મેનામા તૈયાર કરીને પરત કરવામાં આવશે. જિમ્મેનામા હેઠળ ગાડીના માલિકને એ વાત માટે અન્ડરટેકિંગ આપવામાં આવે છે કે જ્યારે કાયદાકીય કામોની જરૂરિયત હશે ત્યારે તેઓ તેને રજૂ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X