યુપીમાં રેલ અકસ્માત પાછળ ષડયંત્રની શંકા, CBI કરશે તપાસ

Written By:
Subscribe to Oneindia News

કાનપુરની આસપાસના ટ્રેક પર એક પછી એક ઘટી રહેલી દુર્ઘટનાઓથી ભારતીય રેલવે ચિંતિત છે અને આથી જ આની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની જાહેરાતો વચ્ચે કેન્દ્ર સરકારે આ મોટું પગલું ભર્યું છે. રેલવેને આ અકસ્માતો પાછળ મોટું ષડયંત્ર હોવાની શંકા જતાં તેની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. કાનપુર પાસે થયેલા રેલ અકસ્માતોમાં રેલવે ટ્રેક પરથી ફિશિંગ પિલેટ અને ઇલાસ્ટિક ક્લિપ ગાયબ હતી, આથી જ ભારતીય રેલવેને આ અકસ્માતો પાછળ કોઇ ષડયંત્ર હોવાની શંકા ગઇ છે.

rail accident

બે સ્ટેશનો વચ્ચેના રેલવે ટ્રેકમાં ગડબડ
કાનપુરમાં 20 નવેમ્બરના રોજ ઇન્દોર-પટના એક્સપ્રેસ અને 28 ડિસેમ્બરના રોજ સ્યાલદાહ અજમેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટનાની તપાસ કરતા, આ બંન્ને અકસ્માતોમાં એક જેવી જ પરિસ્થિતિ સામે આવી હતી. તપાસ દરમિયાન રેલવેના પેટ્રોલિંગ સ્ટાફને ધ્યાનમાં આવ્યું કે, 1 જાન્યૂઆરીના રોજ ફર્રુખાબાદ અને કાનપુરના અનવરગંજના કલ્યાણપુર અને મંધાના રેલવે સ્ટેશન વચ્ચેના રેલ ટ્રેક પરથા ફિશિંગ પ્લેટ ગાયબ હતી. કેટલીક જગ્યાઓએ રેલવે ટ્રેકને તોડવાની પણ કોશિશ કરવામાં આવી હતી. આ વાતો સામે આવતાં જ ભવિષ્યમાં અન્ય કોઇ અણધારા અકસ્માતોથી બચવા માટે આ મામલો સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. એક સીબીઆઇ અધિકારીના જણાવ્યા મુજબ, સીબીઆઇની તપાસ દરમિયાન જો આ ઘટનાઓ પાછળ એખ જેવા જવાબદાર કારણો મળશે તો સાચી વાત સામે આવતા વાર નહીં લાગે.

અહીં વાંચો - કાનપુર રેલ દુર્ઘટના, મૃતકોની સંખ્યા 133 પર પહોંચી, 200 થી વધુ ઘાયલ

સૌથી સુરક્ષિત રેલવે ટ્રેક પર અકસ્માત
28 ડિસેમ્બરે થયેલા અકસ્માતથી ભારતીય રેલવેને મોટો આંચકો લગ્યો, દિલ્હી-હાવડા રૂટ પર થયેલા આ અકસ્માતથી રેસવે ચોંકી ઉઠ્યું છે, કારણ કે આ રૂટ સૌથી સુરક્ષિત રહેવાય છે. આ રૂટ પર રાજધાની-શતાબ્દી જેવી ટ્રેનો દોડે છે. રેલવે સેફ્ટી કમિશનર આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે, પરંતુ મોટા ભાગના લોકોનું માનવું છે કે આ ઘટનાની તપાસ સીબીઆઇ કરે એ જ વધુ યોગ્ય છે. આથી જો આ ઘટનાઓ પાછળ કોઇ ષડયંત્ર હોય તો પકડમાં આવે.

ઇન્દોર-પટના એક્સપ્રેસની ઘટનામાં 150 લોકો મૃત્યુ પામતાં રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઘટનાની તપાસમાં ટેક્નોલોજીની સાથે ફોરેન્સિક વિશ્લેષણની પણ મદદ લેવામાં આવશે.

અહીં વાંચો - સિયાલદાહ-અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા ખડી પડ્યા, 2 ના મોત

English summary
CBI to probe into Kanpur rail track damage railways sniffs sabotage.
Please Wait while comments are loading...