રિસોર્ટમાં થઇ રહી હતી ન્યૂડ ડાન્સ પાર્ટી, સીડી અને ફોટાથી મચ્યો ચકચાર

બેંગલોર, 30 મે : દેશના આઇટી હબ તરીકે ઓળખાતા બેંગલોર શહેરમાં આવેલા એક રિસોર્ટમાં થઇ રહેલા નેક્ડ ડાન્સ પાર્ટીની તસવીરો સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. હરકતમાં આવેલી પોલીસે હાલમાં તો રિસોર્ટના માલિકની ધરપકડ કરી લીધી છે પરંતુ પાર્ટી કરનારાઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે.

બેંગલોર પોલીસે તાત્કાલિક ધોરણે એક ટીમનું ગઠન કર્યું છે અને તેમની ધરપકડ માટે સંભવિત સ્થળો પર દરોડા પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે રિસોર્ટમાં નેક્ડ ડાન્સની આ પાર્ટી 2 ડિસેમ્બર 2009ના રોજ થઇ હતી, પરંતુ તેની તસવીરો બે દિવસ પહેલા જ પોલીસને મળી છે.

કન્નડા રક્ષ્ના વેદિકેના કાર્યકર્તાઓએ આ સીડી પોલીસને આપી અને સાથે સાથે આરોપ લગાવ્યો કે આ રિસોર્ટમાં આવી પાર્ટીઓ અવારનવાર થતી રહે છે. પોલીસે રિસોર્ટના માલિક સંપંગી રમૈયાની ધરપકડ કરી લીધી છે. રમૈયાનું કહેવું છે કે જ્યારે પાર્ટી થઇ હતી ત્યારે તે ત્યાં હાજર ન્હોતો. રમૈયાએ પોલીસને જણાવ્યું કે આંધ્રપ્રદેશના કેટલાંક લોકોએ 2 ડિસેમ્બર 2009ના રોજ રિસોર્ટ બુક કર્યો હતો. તેના એક વર્ષ બાદ કોઇ શખ્સ નેક્ડ ડાન્સની તસવીરો બતાવીને તેને બ્લેકમેલ કરવા લાગ્યો.

nude party
સંપંગી રમૈયાએ એ જ વખતે આ સંબંધમાં સિથાનિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ એ વખતે પોલીસે તેને ગંભીરતાથી ના લીધો. બેંગલુરુ ગ્રામીણ પોલીસે આ વાતને માની છે અને સંપંગી રમૈયાએ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ સ્ટેશનના ઇંસ્પેક્ટરે તેના પર કોઇ કાર્યવાહી કરી નહીં માટે તેને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

જ્યારે બીજી બાજું મામલાના ત્રણ વર્ષ બાદ સીડી સામે આવવા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જેમકે કન્નડ રક્ષણ વેદિકે આ તસવીરો પોલીસને પહેલા કેમ ના બતાવી, અને હવે જ કેમ બતાવી. દરેક પાસા પર પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X