PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનટની બેઠક, લેવાઈ શકે છે મહત્વના નિર્ણયો
પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 10.30 વાગે કેબિનેટ અને સીસીઈએની મહત્વની બેઠક યોજાવાની છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 10.30 વાગે કેબિનેટ અને સીસીઈએની મહત્વની બેઠક યોજાવાની છે જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. મીડિયા સૂત્રો મુજબ આજની બેઠકમાં ઈપીએફ, ગરીબ કલ્યાણ યોજના વિશે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

સમાચાર એ છે કે એગ્રીકલ્ચર માટે થયેલી 1 લાખ કરોડ રૂપિયાની ફંડ પર પણ કેબિનેટ આજે પોતાની મ્હોર લગાવી શકે છે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનમાં લોકોને કેશની મુશ્કેલી ના થાય એટલા માટે સરકારે પીએફના પૈસા કાઢવાની અનુમતિ આપી હતી પરંતુ તે સમય માત્ર 30 જૂન સુધી જ હતો. 1 જુલાઈથી આ સુવિધા બંધ થઈ ગઈ છે. બની શકે કે સરકાર ફરીથી આ સેવાને લાગુ કરી દે.
ઉલ્લેખનીય છે કે ઈપીએફ ખાતામાંથી કઢાતી રકમ અંશધારકના ત્રણ મહિનાના મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાના યોગ અથવા તેના ખાતામાં જમા થયેલી કુલ રકમના ત્રણ ચતુર્થાંશ(75 ટકા)માંથી જે પણ ઓછુ હશે તેનાથી વધુ નહિ હોઈ શકે. સાથે જ બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે પણ વાત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ મોદી સરકારે 80 કરોડ લોકોને મફત રાશન નવેમ્બર સુધી વહેંચવાનુ એલાન કર્યુ છે.












Click it and Unblock the Notifications
