અજીત ડોભાલ J&Kથી પરત ફરતાં જ કેન્દ્ર સરકારે 10,000 સૈનિકો મોકલ્યા

અજીત ડોભાલ J&Kથી પરત ફરતાં જ કેન્દ્ર સરકારે 10,000 સૈનિકો મોકલ્યા

શ્રીનગરઃ અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા બાદથી જ દેશની સુરક્ષા મામલે આકરાં પગલાં લેવાશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. હવે જમ્મુ અને કાશ્મીરમાં વિશાળ સિક્યોરિટી બિલ્ડઅપ માટે 10 હજાર જેટલા સૈનિકોની ટૂકડીને મોકલી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બે દિવસની કાશ્મીર મુલાકાત પરથી પરત ફર્યા બાદ ટ્રૂપ્સ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. સૂત્રોએ જણાવ્યા કે અજીત ડોવલ વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાણી હતી, કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

indian army

જમ્મુ અને કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહે કહ્યું કે ઉત્તર કાશ્મીરના વિકાસ માટે આ સૈન્ય ટૂકડીની પહેલેથી જ જરૂર હતી. ગૃહ મંત્રાલય તરફથી ઈસ્યૂ થયેલ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને 'કાઉન્ટર ઈન્સર્જન્ટ ગ્રીડ'ને વધુ મજબૂત બનાવવા માટે વધારેમાં ફોર્સની તહેનાતી કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ દેશના અન્ય ભાગમાંથી જમ્મુ અને કાશ્મીરમાં સૈનિકોને એરલિફ્ટ કરવામાંઆ વી રહ્યા છે.

ડીજી દિલબાગ સિંહે જણાવ્યું કે, 'ઉત્તર કાશ્મીરમાં સૈનિકોની સંખ્યા ઓછી છે જેથી અમારે ત્યાં વધારે ફોર્સની જરૂરિયાત છે. અમારી માંગણી મુજબ 100 કંપનીઓને એરલિફ્ટ કરવામાં આવી છે.' દરેક કંપનીમાં 100 સૈનિકો છે.

24 ફેબ્રુઆરીએ 100 જેટલી સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સની કંપનીઓને કાશ્મીર વેલીમાં એરલિફ્ટ કરવામાં આવી હતી. તે સમયે સરકારે જણાવ્યું હતું કે એપ્રીલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી હોય કાશ્મીરમાં વધુ સૈનિકોની તહેનાતી કરવામાં આવી છે. બાદમાં રાજ્યમાં જમાત-એ-ઈસ્લામિ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને તેને સમર્થન કરતા કેટલાય નેતાઓ અને સમર્થકોને ઠાર મારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- ભાજપે રજૂ કર્યું મોદી સરકારના 50 દિવસનો રિપોર્ટ કાર્ડ, જાણો શું છે ખાસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X