For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોને જાણી જોઈને ટાર્ગેટ કરી રહી છે કેન્દ્ર સરકાર, પ્રદુષણ માટે પંજાબ જવાબદાર નથી - ભગવંત માન

રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણે રાજનીતિ પણ ગરમાવી છે. એક તરફ પ્રદુષણનું સતત વધી રહ્યું છે તો બીજી તરફ પંજાબ અને હરિયાણા સરકાર આમને સામને છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી : રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણે રાજનીતિ પણ ગરમાવી છે. એક તરફ પ્રદુષણનું સતત વધી રહ્યું છે તો બીજી તરફ પંજાબ અને હરિયાણા સરકાર આમને સામને છે. દિલ્હીના વધતા પ્રદુષણને લઈને કેન્દ્ર અને દિલ્હીની આમ આદમી પાર્ટી વચ્ચે પણ બયાનબાજી ચાલી રહી છે ત્યારે હવે ભગવંત માને મોટુ નિવેદન આપ્યુ છે.

delhi air pollution

અત્યારસુધી દિલ્હીના વધતા પ્રદુષણ માટે પંજાબના ખેડૂતોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ કહ્યું હતું કે પરાળી સળગાવવા મુદ્દે પંજાબ સરકાર નિષ્ફળ રહી છે. હવે આ મુદ્દે મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્રને વળતો જવાબ આપ્યો છે. ભગવંત માને કહ્યું કે, પ્રદુષણ માટે માત્ર પંજાબ સરકાર જવાબદાર નથી, હરિયાણામાં પણ પરાળી સળગાવવામાં આવી રહી છે.માને કહ્યું કે, હરિયાણાના શહેરો પંજાબ કરતા વધુ પ્રદૂષિત છે. અમને લાગે છે કે કેન્દ્રની ભાજપ સરકાર જાણીજોઈને પંજાબના ખેડૂતોને નિશાન બનાવી રહી છે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, છેલ્લા કેટલાય સમયથી પ્રદુષણને લઈને રાજનીતિ થઈ રહી છે. આ દુર્ભાગ્યપુર્ણ છે. કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતોને બદનામ કરી રહી છે, જ્યારે હરિયાણા-યુપીના શહેરો પણ પ્રદૂષિત શહેરોની યાદીમાં છે. અનાજ લેતી વખતે પંજાબનો ખેડૂત અન્નદાતા બની જાય છે, જ્યારે અનાજ લીધા પછી ખેડૂતોને અપશબ્દો કહેવામાં આવે છે.

ભગવંત માને કેન્દ્ર સરકાર પર હમલાવર તેવર અપનાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક મુદ્દે પંજાબના ખેડૂતોને દોષિત ઠેરવે છે. શું માત્ર દિલ્હી અને પંજાબમાં જ પરાળી સળગી રહી છે? હરિયાણાનું ફરીદાબાદ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં નંબર વન છે. આ સિવાય માનેસર, ગ્વાલિયર, ગુરુગ્રામ, સોનીપત, ભોપાલ, પાણીપત, કોટા, કરનાલ, રોહતક, હિસાર, જોધપુર, ઈન્દોર, મેરઠ, જયપુર, ચંદીગઢ, જબલપુર, પટના, આગ્રા, બદ્દી અને ઉદયપુરની હવા પણ ખરાબ થઈ રહી છે. શું આ બધા માટે પંજાબના ખેડૂતો જવાબદાર છે?

ભગવંત માને કહ્યું કે, જ્યારે પંજાબે પરાળીના કાયમી ઉકેલ માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે કેન્દ્ર સરકારે તેમાં મદદ ન કરી. ખેડૂતોના આંદોલનને કારણે કેન્દ્ર પંજાબના ખેડૂતો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહ્યું છે. પરાળીનો પ્રશ્ન ઘણા વર્ષોથી ગંભીર છે. રાજ્ય સરકાર પણ આને લઈને ચિંતિત છે, પરંતુ કેન્દ્ર સરકાર રોજેરોજ પરાળી મુદ્દે દિલ્હી અને પંજાબ સરકારોને જુઠ્ઠું બોલી રહી છે.

English summary
Central Govt Deliberately Targeting Punjab Farmers-Bhagwant Mann
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X