For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટઃ કેન્દ્ર સરકારે રાજ્યોને આપી નવી ગાઈડલાઈન, કહ્યુ - લૉકડાઉન-કંટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપો

કોરોના વાયરસના ટ્રાન્સમિશનને તોડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવી ગાઈડલાઈન આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ રોજે રોજે વણસી રહી છે. રોજ 3 લાખથી વધુ નવા કોવિડ કેસ સંભાળવા મુશ્કેલ બની રહ્યા છે. એવામાં કોરોના વાયરસના ટ્રાન્સમિશનને તોડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવી ગાઈડલાઈન આપી છે. કેન્દ્રએ લૉકડાઉન અને કંટેનમેન્ટ ઝોન બનાવવા માટે દિશાનિર્દેશ જારી કર્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલ ગાઈડલાઈનમાં કહ્યુ છે, 'આ સમય પ્રતિબંધ લગાવવાનો છે, જ્યારે દેશમાં પૉઝિટિવિટી રેટ એક સપ્તાહ સુધી 10 ટકાથી વધુ છે અને હોસ્પિટલમાં 60 ટકાથી વધુ બેડો પર દર્દી ભરતી છે. એવામાં રાજ્યોને અનુરોધ કરવામાં આવે છે કે ગૃહ મંત્રાલય દ્વારા જારી દિશાનિર્દેશના આધારે જિલ્લા, શહેરો અને વિસ્તારો પર ધ્યાન આપીને કંટેનમેન્ટ ઝોન બનાવવામાં આવે.'

gujarat

લૉકડાઉન ક્યાં અથવા ક્યારે લગાવવાનુ છે, કે પછી મોટા કંટેનમેન્ટ ઝોન ક્યાં બનાવવાના છે, એ અંગે ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે લૉકડાઉન અને કંટેનમેન્ટ ઝોન લગાવતા પહેલા ત્યાંથી એ પુરાવા કાઢો કે ત્યાંની કોરોના હિસ્ટ્રી શું છે, આ પુરાવાને આધાર બનાવીને હોસ્પિટલની સંખ્યા, પ્રભાવિત જનસંખ્યા, ભૌગોલિક પ્રસાર પર એક એનાલિસિસ કરો, ત્યારબાદ એ હિસાબો એ વિસ્તારને કંટેનમેન્ટ ઝોન ઘોષિત કરીને ત્યાં પ્રતિબંધ લગાવો.

શું પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે? જાણો ડૉક્ટરનુ મંતવ્યશું પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે? જાણો ડૉક્ટરનુ મંતવ્ય

રાજ્યોને લૉકડાઉન લગાવવા પર ઉદ્દેશ્યપૂર્ણ, પારદર્શી અને યોગ્ય નિર્ણય લેવા માટે એક વ્યાપક ઢાંચો આપવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં એક સપ્તાહથી વધુ સુધી પૉઝિટિવિટી રેટ 10 ટકા કે તેનાથી વધુ હોય, એટલે કે 10 સેમ્પલમાંથી એક પૉઝિટિવ મળી રહ્યો હોય, હોસ્પિટલમાં 60 ટકાી વધુ બેડો પર ઑક્સિજન સપોર્ટવાળા કોવિડ દર્દી હોય તો એ વિસ્તારો પર વધુ ફોકસ કરવાની જરૂર છે.

English summary
Central govt. give guidline on coronavirus, lockdown and containment zone to states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X