For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના: કેન્દ્રએ રાજ્યોને આપ્યો ટાર્ગેટ, 14 એપ્રિલ સુધી 2.5 લાખ લોકોના ટેસ્ટ કરો

કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસ(કોવિડ-19)ના ટેસ્ટની સંખ્યા વધારવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસ(કોવિડ-19)ના ટેસ્ટની સંખ્યા વધારવા માટે કહ્યુ છે. સરકારે 14 એપ્રિલ સુધી દેશભરમાં 2.5 લાખ લોકોની તપાસ કરવાનુ લક્ષ્ય આપ્યુ છે. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલે દેશવ્યાપી લૉકડાઉન ખતમ થઈ જશે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા હરિયાણા અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) રાજીવ અરોરાએ કહ્યુ કે બુધવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ટાર્ગોટ આપ્યો છે.

અત્યાર સુધી કુલ 1,44,910 સેમ્પલોની તપાસ થઈ

અત્યાર સુધી કુલ 1,44,910 સેમ્પલોની તપાસ થઈ

તેમણે કહ્યુ, અમને જણાવવામાં આવ્યુ કે અત્યાર સુધી દેશભરમાં એક લાખ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે અને 14 એપ્રિલ સુધી આ સંખ્યા 2.5 લાખથી વધુ લઈને જવાની છે. ગુરુવારે રાત સુધી આખા દેશમાં કુલ 1,44,910 સેમ્પલોની તપાસ કરવામાં આવી ચૂકી છે. જેમાંથી 30,299 સેમ્પલ એકલા મહારાષ્ટ્રના જ છે. જ્યાંથી કોરોના વાયરસના સૌથી વધુ કેસ(1135)ની પુષ્ટિ થઈ છે. જો કે લૉકડાઉનને 14 એપ્રિલ બાદ લંબાવવામાં આવશે કે નહિ તેના પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હરિયાણામાં 2964 સેમ્પલોની તપાસ થઈ

હરિયાણામાં 2964 સેમ્પલોની તપાસ થઈ

હરિયાણામાં અત્યાર સુધી કોરોના વાયરસના 156 કેસોની પુષ્ટિ થઈ છે. અહીં 2964 સેમ્પલોની તપાસ થઈ ચૂકી છે જેમાંથી 2017 નેગેટીવ આવ્યા છે જ્યારે 791નુ પરિણામ આવવાનુ બાકી છે. અરોરાએ આગળ જણાવ્યુ, ડૉક્ટરો અને ચિકિત્સા કર્મચારીઓને વિસ્તૃત નિર્દેશ જારી કરવામાં આવ્યા છે કે શુક્રવારથી રાજ્યભરમાં પરીક્ષણનો વધુ એક દોર શરૂ કરવામાં આવશે. ટાર્ગેટ પૂરો કરવા માટે હરિયાણાની રણનીતિ પૂછવા પર અરોરાએ કહ્યુ, અમે નિર્ધારિત કર્યુ છે કે અમે ભારત સરકારની રીતે 1.5 ગણી વધુ તપાસ કરીશુ. ગુરુવાર સુધીમાં લગભગ 3000 તપાસ થઈ છે. અમે આ આંકડાને આગલા 4-5 દિવસમાં 7000-7500 સુધી લઈ જઈશુ.

દેશમાં સંક્રમિત લોકોની સખ્યા 6412 પહોંચી

દેશમાં સંક્રમિત લોકોની સખ્યા 6412 પહોંચી

તમને જણાવી દઈએ કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 12 કલાકની અંદર કોરોના વાયરસના 547 નવા કેસ સામે આવ્યા છે અને 30 લોકોના મોત નીપજ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 6412 થી ગઈ છે. આમાં 5709 સક્રિય કેસ છે, 504 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી છે અને કુલ 199ના મોત થયા છે.

આ પણ વાંચોઃ ભવિષ્યમાં બાયો આતંકી હુમલાને પણ અંજામ આપવામાં આવી શકે છેઃ UN ચીફઆ પણ વાંચોઃ ભવિષ્યમાં બાયો આતંકી હુમલાને પણ અંજામ આપવામાં આવી શકે છેઃ UN ચીફ

English summary
centre asked all states and union territories to collect samples for testing at least 2.5 lakh by april 14 covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X