રાજીવ ગાંધી હત્યાકાંડ: દોષીઓની અરજી પર સુનાવણી પુરી, ચૂકાદો પછી સંભળાવાશે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટરાજીવ ગાંધી હત્યાકાંડના દોષીઓની મોતની સજાને ઉંમર કેદમાં ફેરવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર મંગળવારે સુનાવણી પુરી કરી લેવામાં આવી છે. કોર્ટ તેના પર ચૂકાદો પછી સંભળાવશે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આ દોષીઓની દલીલોનો પુરજોશમાં વિરોધ કરી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે મોતની સજા ઓછી કરવા માટે ત્રણ દોષીઓ સંતન, મુરૂગન અને પેરારિવલનના વકીલો તથા કેન્દ્ર સરકાર દ્વારા એટર્ની જનરલ ગુલામ વાહનવટીની દલીલોને સાંભળી હતી.

એટર્ની જનરલે દલીલ કરી હતી કે અરજીના નિવારણમાં મોડું થયું હોવાના આધાર પર દોષીઓની સજા ઓછી કરવી સુપ્રીમ કોર્ટ માટે યોગ્ય બાબત નથી. વાહનવટીએ સ્વિકાર્યું હતું કે દયા અરજીઓ પર નિર્ણય કરવામાં મોડું થયું છે પરંતુ આ વિલંબ મોતની સજા ઓછી કરવા માટે અયોગ્ય, ન સમજવા યોગ્ય અને અવિવેકપૂર્ણ ન હતો.

તેમને કહ્યું હતું કે વધુ વિલંબના આધાર પર મોતની સજાને ઉંમર કેદમાં ફેરવવાને આધાર બનાવવા સંબંધી સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પણ મુદ્દે લાગૂ ન થતો નથી કારણ કે મોતની સજા મળેલા કેદીઓની વેદના, યંત્રણા અને અમાનવીય અનુભવોથી પસાર થવું પડતું નથી જેમ કે 21 જાન્યુઆરીના ચૂકાદામાં કહેવામાં આવ્યું છે.

આ દોષીઓના વકીલે વાહનવટીની દલીલોનો વિરોધ કરતાં કહ્યું હતું કે દયા અરજીના નિવારણમાં વધુ પડતું મોડું તેમને કષ્ટ વેઠવું પડ્યું છે. એટલા માટે સુપ્રીમ કોર્ટને તેમાં હસ્તક્ષેપ કરી ત્રણેય દોષીઓની સજા ઉંમર કેદમાં ફેરવવી જોઇએ.

supreme-court

આ દોષીઓએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમને પછી દયા અરજી કરનાર કેદીઓની અરજી પર નિર્ણય કરવામાં આવ્યો પરંતુ સરકારે તેમની અરજીઓને પેન્ડિંગ રાખવામાં આવી.

સુપ્રીમ કોર્ટે મે 2012માં ફાંસીની સજા વિરૂદ્ધ રાજીવ ગાંધીના હત્યારાઓની અરજીઓ પર વિચાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોર્ટે મદ્રાસ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પોતાની પાસે મંગાવી લીધી હતી. કોર્ટે એલ કે વેંકટની અરજી પર આ આદેશ આપ્યો હતો. વેંકટે આ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સ્થળાંતરિત કરવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે તમિલનાડુના તણાવપૂર્ણ માહોલના લીધે અહીં નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે સુનાવણી શક્ય નથી.

ત્રણેય દોષીની અરજી પર સુપ્રીમ કોર્ટે નવ સપ્ટેમ્બર, 2011 ફાંસી આપવા પર મનાઇ ફરમાવતાં કેન્દ્ર અને તમિલનાડુ સરકારને નોટીસ જાહેર કરી હતી. આ દોષીઓનો મુખ્ય તર્ક હતો કે તેમની દયા અરજીઓને નિવારણમાં 11 વર્ષ ચાર મહિનાનો સમય લાગ્યો છે જે મોતની સજાના નિર્ણય પર અમલ માટે અનાવશ્યક કઠોર અને અન્યાય છે જેથી સંવિધાનના અનુચ્છેદ 21માં પ્રદત્ત જીવવાનો અધિકારનું હનન થાય છે.

સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરીએ પોતાના નિર્ણયમાં મોતની સજા મેળવેલા 15 કેદીઓની સજા ઉંમર કેદમાં ફેરવતાં કહ્યું હતું કે આવા દોષીઓની દયા અરજીના નિવારણ માટે વિલંબ સજા ઓછી કરવાનો આધાર થઇ શકે છે.

English summary
The Central government on Tuesday opposed in the Supreme Court a plea by the convicts in the Rajiv Gandhi assassination case seeking to commute the death penalty to life sentence due to delay in deciding their mercy plea.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.