મમતા બેનર્જીના ધરણામાં શામેલ અધિકારીના મેડલ પાછા લેશે કેન્દ્ર!

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણામાં શામેલ થયેલા અધિકારીઓ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરવાનું એલાન કર્યુ છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણામાં શામેલ થયેલા અધિકારીઓ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરવાનું એલાન કર્યુ છે. વળી, પશ્ચિમ બંગાળની સરકારને પણ આ બધા અધિકારીઓ સામે ઑલ ઈન્ડિયા સર્વિસીઝના નિયમો હેઠળ કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. આ અધિકારીઓએ કથિત રીતે ચાર ફેબ્રુઆરીએ મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર અને સીબીઆઈના વિરોધમાં કરેલા ધરણામાં ભાગ લીધો હતો.

mamata banerjee

ગૃહ મંત્રાલય ધરણામાં શામેલ થયેલા પાંચ પોલિસ અધિકારીઓ પાસેથી મેડલ પાછો લેવા, આ અધિકારીઓના નામ ઈમ્પેનલ્ડ લિસ્ટમાંથી હટાવવા અને પાંચે આઈપીએસ અધિકારીઓ પર થોડા સમય માટે કેન્દ્ર સરકારમાં સેવા આપવા પર પણ રોક લગાવવાનો વિચાર કરી રહી છે.

રવિવારે સીબીઆઈની ટીમ ચિટ ફંડ મામલે પૂછપરછ કરવા માટે કોલકત્તા પોલિસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. અહીં રાજ્ય પોલિસે ટીમની ધરપકડ કરી હતી. વળી, રવિવારે રાતે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પર સીબીઆઈના દૂરુપયોગનો આરોપ લગાવતા કોલકત્તામાં ધરણા શરૂ કરી દીધા હતા. ત્રીજા દિવસે તેમણે ધરણા ખતમ કર્યા હતા. આ દરમિયાન રાજીવ કુમાર અને અમુક બીજા અધિકારી પણ તેમની સાથે મંચ પર દેખાયા હતા. જો કે મમતાએ કહ્યુ હતુ કે અધિકારી સુરક્ષા વ્યવસ્થાનું કામ જોઈ રહ્યા હતા. ધરણા નહોતા કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X