For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ પીડિતા અને આરોપીને જીવતા સળગાવી દો: પંચાયતનો નિર્ણય

જ્યાં આખા દેશમાં મી ટુ અભિયાનને કારણે લોકોની કાળી કરતૂતો સામે આવી રહી છે. ત્યાં બીજી બાજુ ઝારખંડના ચાઇબાસમાં એક રેપ પીડિતાને મહાપંચાયતે ખુબ જ અજીબ નિર્ણય સંભળાવ્યો

|
Google Oneindia Gujarati News

જ્યાં આખા દેશમાં મી ટુ અભિયાનને કારણે લોકોની કાળી કરતૂતો સામે આવી રહી છે. ત્યાં બીજી બાજુ ઝારખંડના ચાઇબાસમાં એક રેપ પીડિતાને મહાપંચાયતે ખુબ જ અજીબ નિર્ણય સંભળાવ્યો છે, જેને કારણે આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ચુકી છે. મળતી માહિતી અનુસાર અહીં મંઝારી ચોકી વિસ્તારમાં એક 13 વર્ષની છોકરીને તેના પોતાના કાકા રોબિન ફૂંકલ (28 વર્ષ) ઘ્વારા પોતાની હવસનો શિકાર બનવવામાં આવી. ત્યારપછી છોકરી ગર્ભવતી થઇ ગઈ.

આ પણ વાંચો: પત્નીએ પતિ પર પાંચ મિત્રો સાથે મળીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો

મહાપંચાયતે અજીબ નિર્ણય આપ્યો

મહાપંચાયતે અજીબ નિર્ણય આપ્યો

ત્યારપછી ગામના લોકોએ મહાપંચાયત બોલાવી જેમાં રેપ કરનાર આરોપી અને પીડિતા પર 5 લાખનો દંડ ફટકારીને તેમને જીવતા સળગાવી દેવાનું ફરમાન આપવામાં આવ્યું. આખા મામલા વિશે જાણકારી મળતા જ એસપી ક્રાંતિ કુમારે જાંચના આદેશ આપ્યા. તેમને કહ્યું કે આ ગંભીર મામલો છે દોષીઓ સામે સખત પગલાં લેવામાં આવશે.

કાકાએ જ ભાણીનો રેપ કર્યો

કાકાએ જ ભાણીનો રેપ કર્યો

આપણે જણાવી દઈએ કે પંચાયતે આ નિર્ણય મંગળવારે સાંજે 5 વાગ્યે આપ્યો. આરોપીએ મહાપંચાયત સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. ત્યારપછી પંચાયતે આ ક્રૂર નિર્ણય આપ્યો. લોકલ મીડિયા અનુસાર આરોપી રોબિન ઉર્ફ માનસિંહ કુકલ પોતાના મોટા ભાઈને ત્યાં છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને પોતાની 13 વર્ષની ભત્રીજી સાથે ઘણીવાર રેપ કર્યો અને તેને ધમકાવી. પરંતુ તેની કાળી કરતૂત ત્યારે સામે આવી જયારે ભત્રીજી ગર્ભવતી થઇ.

એસપી ઘ્વારા જાંચના આદેશ આપવામાં આવ્યા

એસપી ઘ્વારા જાંચના આદેશ આપવામાં આવ્યા

છોકરીના ગર્ભવતી થવાથી આખા ગામમાં સનસની ફેલાઈ ગઈ. ત્યારપછી પંચાયત બોલાવવામાં આવી, જેમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. પંચાયતે આરોપી અને પીડિતા પર 5 લાખનો દંડ ઠોક્યો અને આવી હરકત ફરી ના થયા એટલા માટે તેમને જીવતા સળગાવી દેવાનું કહ્યું કારણકે કોઈ પણ વ્યક્તિ સમાજ અને તેના નિયમોથી મોટો નથી.

English summary
Chaibasa Rape accused victim ordered burned alive jharkhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X