For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિસર્ચમાં મોટો ખુલાસો - બમણી ગતિએ પિગળી રહી છે હિમાલયની ગ્લેશિયર

શોધકર્તાઓનુ કહેવુ છે કે ભારત, નેપાળ, ભૂટાન અને ચીનમાં થઈ રહેલ જળવાયુ પરિવર્તનના કારણે ગ્લેશિયર ખતમ થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કુદરતી સૌંદર્ય માટે જાણીતુ ઉત્તરાખંડમાં રવિવારે એક દર્દનાક દૂર્ઘટના બની ગઈ. રૌદ્ર થયેલી ધોળી ગંગાએ જોત-જોતામાં શહેરમાં તાંડવ મચાવી દીધુ. 14થી વધુ લોકોના મોત થઈ ગયા અને 150થી વધુ લોકો ગાયબ છે. આ દૂર્ઘટનાએ વર્ષ 2013માં આવેલી કુદરતી આફતની યાદ અપાવી દીધી. જોશીમઠના ધોળી ગંગા ઘાટીમાં અચાનક ગ્લેશિયલ તૂટવા અને વાદળો ફાટવાથી ઘણા લોકો પાણીના વહેણમાં વહી ગયા છે. એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે વધતા તાપમાનના કારણે 21મી સદીની શરૂઆતમાં જ હિમાલયના ગ્લેશિયર બમણી ગતિએ પિગળી રહ્યા છે. વર્ષ 2019માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ દર વર્ષે અડધો બરફ પિગળી રહ્યો છે જેના કારણે ભારત સહિત ઘણા દેશોના કરોડો લોકો માટે પાણીની કમીનુ જોખમ પેદા થઈ ગયુ છે. શોધકર્તાઓનુ કહેવુ છે કે ભારત, નેપાળ, ભૂટાન અને ચીનમાં થઈ રહેલ જળવાયુ પરિવર્તનના કારણે ગ્લેશિયર ખતમ થઈ રહ્યા છે.

himalaya

જૂન 2019માં જર્નલ સાયન્સ એડવાંસમાં પ્રકાશિત અધ્યયનમાં સામે આવ્યુ છે કે વર્ષ 2000 બાદથી દર વર્ષે ઝડપથી બરફ પિગળી રહ્યો છે. રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે ક 1975થી 2000ના સરખામણીમાં ગ્લેશિયરોના પિગળવાની ગતિ બમણી થઈ ગઈ છે. અમેરિકામાં પીએચડી કરી રહેલા જોશુઆ મોરરે જણાવ્યુ કે સ્પષ્ટ છે કે આ સમયમાં હિમાલયમાં ગ્લેશિયર કેટલી ઝડપથી પિગળી કેમ રહી છે. મોરરનુ કહેવુ છે કે રિસર્ચમાં એ વાતની ગણતરી નથી પરંતુ ગ્લેશિયરે છેલ્લા 4 દશકમાં પોતાના વિશાલ દ્વવ્યમાનના એક ચતુર્થાંશ ભાગને ગુમાવી શકે છે.

રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ગ્લેશિયલ પિગળવા માટે તાપમાનનુ મોટુ યોગદાન છે. વર્ષ 1975થી 2000ની સરખામણીમાં 2000થી 2016 સુધી એક ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધવામાં આવ્યુછે. શોધકર્તાઓએ પશ્ચિમથી લઈને પૂર્વ તરફ 2000 કિમી સુધી ફેલાયેલ અમુક 650 ગ્લેશિયરોના રિપીટ સેટેલાઈટ ચિત્રોનુ વિશ્લેષણ કર્યુ. શોધકર્તાઓએ જોયુ કે 1975થી 2000 સુધી દર વર્ષે ગ્લેશિયર સરેરાશ લગભગ 0.25 મીટર સુધી બરફ ગુમાવી રહ્યા હતા પરંતુ 2000 બાદથી બરફ પિગળવાની ગતિમાં લગભગ વાર્ષિક અડધા મીટરની ઝડપ આવી.

7 કલાક સુધી ટનલની અંદર ફસાઈ રહેલ મજૂરોએ જણાવી દર્દનાક આપવીતી7 કલાક સુધી ટનલની અંદર ફસાઈ રહેલ મજૂરોએ જણાવી દર્દનાક આપવીતી

English summary
Chamoli Tragedy: Himalayan glaciers melting twice as fast since 2000: Study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X