For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર માટે આજનો દિવસ ખાસ, નાસા કરશે મદદ

ભારતના મિશન ચંદ્રયાન-2ના લેંડર વિક્રમ માટે આજનો દિવસ ખાસ છે, કારણ કે આજે નાસા તેની ઈમેજ લેવાનો પહેલો પ્રયત્ન કરશે.

|
Google Oneindia Gujarati News

ભારતના મિશન ચંદ્રયાન-2ના લેંડર વિક્રમ માટે આજનો દિવસ ખાસ છે, કારણ કે આજે નાસા તેની ઈમેજ લેવાનો પહેલો પ્રયત્ન કરશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના વૈજ્ઞાનિકનું માનવું છે કે નાસાનું આજનું મિશન ખૂબ જ ખાસ છે અને તે વિક્રમને ફરી સક્રિય કરવામાં મદદ કરી શકે છે.

નાસાનું લૂનર રિકનાઝેશન ઓર્બિટર લેશે વિક્રમ લેંડરની તસ્વીર

નાસાનું લૂનર રિકનાઝેશન ઓર્બિટર લેશે વિક્રમ લેંડરની તસ્વીર

તમને જણાવી દઈએ કે નાસા આ માટે લૂનર રિકનાઈઝેશન ઓર્બિટર(એલઆરઓ)નો ઉપયોગ કરશે. નાસાનું આ ઓર્બિટર વર્ષ 2009થી ચંદ્રનું ચક્કર લગાવી રહ્યુ છે. આજે આ લૂનર રિકનાઈઝેશન ઓર્બિટર ત્યાંથી પસાર થશે જ્યાં ભારતના ચંદ્રયાન-2નું લેંડર વિક્રમ ચંદ્રની સપાટીએ પડ્યુ છે. આજે જે મિશનને નાસા અંજામ આપશે તે માટે એલઆરઓની ઉંચાઈને 100 કિમી થઈ 90 કિમી કરાશે. તેની જાણકારી પોતે નાશાના બે એસ્ટ્રોનૉટ્સે આપી છે. નાસાનું લ્યુનારક્રાફ્ટ જો આજે સફળ થશે તો તે એક મોટી ઉપલબ્ધિ ગણાશે.

વિક્રમને ફરી સફળ કરવામાં મદદ મળશે

વિક્રમને ફરી સફળ કરવામાં મદદ મળશે

વૈજ્ઞાનિકો માને છે કે નાસાનું આજનું મિશન અત્યંત ખાસ છે અને તે વિક્રમને ફરી સફળ કરવામાં મદદ કરશે. નાસાના જે બે એસ્ટ્રોનૉટ્સ છે તે આ આખા મિશન પર નજર રાખશે. તમે જાણો છો તે મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ભાગ પર ઉતરવા માટેની અંતિમ 15 મિનિટની પ્રક્રિયા લેંડર વિક્રમ માટે અત્યંત મુશ્કેલ હતી.

આ મિશન પર આખી દુનિયાની નજર હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કહ્યુ હતુ કે, તેમને એ સમયની ઈંતેજારી છે જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીએ ઉતરશે. આખી દુનિયા ચંદ્ર પર ઉતરવાના ભારતના આ પ્રયત્નને વખાણી રહ્યુ હતુ. આખી દુનિયાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભારતનું આ મિશન નિષ્ફળ ગયુ છે, જો કે તેનાથી સંશોધન માટેના અનેક રસ્તા ખુલ્યા છે.

ઓર્બિટરે મોકલી હતી વિક્રમની થર્મલ ઈમેજ

ઓર્બિટરે મોકલી હતી વિક્રમની થર્મલ ઈમેજ

ચંદ્રયાન-2નું ઓર્બિટર હજુ પણ ચંદ્રનું ચક્કર લગાવી રહ્યુ છે જેણે 9 સપ્ટેમ્બરે સૌથી પહેલા લેંડર વિક્રમની થર્મલ ઈમેજ લીધી હતી. તેના દ્વારા એ જગ્યાની માહિતી મળી જ્યાં લેંડર પડ્યુ છે.

વિક્રમ લેંડર માર્ગથી ભટક્યુ નથી

વિક્રમ લેંડર માર્ગથી ભટક્યુ નથી

આ પહેલા વિક્રમની પોઝીશન અને તેના ચંદ્ર પર ઉતરવાને લઈ ઘણી અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. જો કે ઓર્બિટરથી મળેલ થર્મલ ઈમેજથી એ તો નક્કી થઈ ગયુ છે કે વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતર્યુ છે. ઈસરોનો વિક્રમ લેન્ડિંગ પૂર્વે સંપર્ક તૂટી ગયો હતો. ફરી સંપર્ક સાવધામાં ધણા પ્રયત્નો કરાયા પણ તેમાં સફળતા મળી નથી. ઓર્બિટરની થર્મલ ઈમેજ લેતા પહેલા એ વાતની પણ શંકાઓ સેવાઈ રહી હતી કે વિક્રમ માર્ગથી ભટકી બ્રહ્માંડમાં ક્યાંક ખોવાઈ તો નથી ગયુ ને.

ચંદ્ર પર નિર્જીવ પડ્યુ છે લેન્ડર

ચંદ્ર પર નિર્જીવ પડ્યુ છે લેન્ડર

ઈસરોના વૈજ્ઞાનિક દિવસ-રાત વિક્રમથી સંપર્ક સાધવાના પ્રયત્નો કરી રહ્યા છે, જો કે તેમાં અત્યાર સુધી સફળતા મળી નથી. જેમ-જેમ દિવસ વિતી રહ્યા છે તેમ તેમ તેની શક્યતા પણ ઓછી થતી જાય છે.

વિક્રમ લેંડર 7 સપ્ટેમ્બરના રોડ ચંદ્રના બે ક્રેટર્સ મજિનસ સી અને સિમપેલિયસ એનની વચ્ચે વાળા મેદાનમાં લગભગ 70 ડિગ્રી દક્ષિણ અક્ષાંસ પર ઉતર્યુ હતુ. આ બંને વચ્ચેનું અંતર આશરે 45 કિમી છે. જો કે સપાટીને અડ્યાના બે કિમી પહેલા જ તે માર્ગથી ભટકી ગયુહતુ અને તેનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ તે ચંદ્રની સપાટી પર નિર્જીવ પડ્યુ છે. તમને જણાવી દઈએ કે વિક્રમની અંદર પ્રજ્ઞાન રોવર પણ છે.

આ પણ વાંચો: કેમ બગડ્યુ લેંડર વિક્રમનું ચંદ્ર પર લેંડિંગ? ISROના વૈજ્ઞાનિકે જણાવ્યા ત્રણ મોટા કારણ

English summary
chandrayaan-2: nasa orbiter pulls picture from vikram lander today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X