For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટ

એસસી-એસટી એક્ટમાં સુધારાનો સવર્ણ સમાજ સતત વિરોધ કરી રહ્યો હતો. હવે આ મામલે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને સુધારેલા અધિનિયમ અંગે એલર્ટ મોકલ્યુ છે.

|
Google Oneindia Gujarati News

એસસી-એસટી એક્ટમાં સુધારાનો સવર્ણ સમાજ સતત વિરોધ કરી રહ્યો હતો. જેના પગલે મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે થોડા દિવસો પહેલા કહ્યુ હતુ કે રાજ્યમાં બધા વર્ગોના હિતોને સુરક્ષિત રાખવામાં આવશે અને એસસી-એસટી એક્ટમાં તપાસ બાદ જ ધરપકડ થશે. હવે આ મામલે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને સુધારેલા અધિનિયમ અંગે એલર્ટ મોકલ્યુ છે.

કેન્દ્રએ બધા રાજ્યોને એક્ટમાં ફેરફાર અંગે સૂચિત કર્યુ

કેન્દ્રએ બધા રાજ્યોને એક્ટમાં ફેરફાર અંગે સૂચિત કર્યુ

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચારો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સ્પષ્ટ કર્યુ છે કે સંસદે કેસ ફાઈલ કરતા પહેલા પ્રારંભિક તપાસની જોગવાઈને રદ કરવા કે આરોપીની ધરપકડ કરતા પહેલા કોઈ ઓથોરિટીની મંજૂરી લેવા માટે અધિનિયમમાં સુધારો કર્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાનામાં આ વર્ષના અંતમાં ચૂંટણી છે. આ રાજ્યોમાં ઓબીસી અને સવર્ણ સમાજ એસસી-એસટી એક્ટમાં ફેરફારના વિરોધમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ ‘સરકાર વિફળ અમારી જીત'આ પણ વાંચોઃ મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ ‘સરકાર વિફળ અમારી જીત'

શિવરાજ સિંહ ચૌહાણના નિવેદન બાદ સરકારે લીધુ પગલુ

શિવરાજ સિંહ ચૌહાણના નિવેદન બાદ સરકારે લીધુ પગલુ

સરકારી સૂત્રો મુજબ, આ બાબત સંવેદનશીલ હોવાના કારણે તેમજ દેશમાં આના કારણે અશાંતિનો માહોલ બની રહ્યો હોવાના કારણે સુધારેલા અધિનિયમ વિશે તેમને જણાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચિત કરવામાં આવ્યુ છે. એસસી-એસટી એક્ટમાં હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વ્રારા કરાયેલા સુધારા બાદ આગોતરા જામીનની જોગવાઈ ખતમ કરી દેવામાં આવી છે અને તત્કાળ ધરપકડના આદેશ જારી કરવામાં આવ્યા છે.

સરકારે બદલ્યો હતો સુપ્રિમ કોર્ટનો ચુકાદો

સરકારે બદલ્યો હતો સુપ્રિમ કોર્ટનો ચુકાદો

સરકાર દ્વારા કરાયેલા સુધાર બાદ સવર્ણ સમાજનું કહેવુ છે કે વર્તમાન સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દલિત મતબેંકને લલચાવવા માટે એક્ટમાં સુધારો કર્યો અને આના માટે જ આ સમાજ વિરોધ કરી રહ્યો છે. 9 ઓગસ્ટે સંસદે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દલિત સમાજ દ્વ્રારા વિરોધ પ્રદર્શનને જોતા એક્ટમાં સુધારાને મંજૂરી આપી દીધી હતી. એસસી-એસટી એક્ટ સુધારામાં નવી જોગવાઈ 18એ ને જોડ્યા બાદ દલિતોને હેરાન કરવા બાબતે તત્કાળ ધરપકડ થશે અને આગોતરા જામીન પણ નહિ મળી શકે. આ બાબતની તપાસ ઈન્સ્પેક્ટર રેન્કના પોલિસ અધિકારી જ કરી શકશે.

આ પણ વાંચોઃ 46મા CJI તરીકે રંજન ગોગોઈ આજે શપથ લેશે, જાણો કોણ છે ગોગોઈઆ પણ વાંચોઃ 46મા CJI તરીકે રંજન ગોગોઈ આજે શપથ લેશે, જાણો કોણ છે ગોગોઈ

English summary
Changes in SC-ST act: Central government alerts all states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X