For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ પર નહિ હોય કોઈ રોક-ટોક, કરવુ પડશે કોવિડ ગાઈડલાઈનનુ પાલન

રાજ્ય સરકારે મહાકુંભ અને ચારધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ કોરોના વાયરસ સંક્રમણના કેસ અમુક રાજ્યોમાં જ નહિ પરંતુ દેશભરમાં વધી રહ્યા છે. એવામાં આરોગ્ય વિભાગ સાથે રાજ્ય સરકારની પણ ચિંતા વધી ગઈ છે. વળી, કોવિડ-19 સંક્રમણનુ જોખમ હવે મહાકુંભ અને ચારધામ યાત્રા પર પણ મંડરાઈ રહ્યુ છે. જો કે રાજ્ય સરકારે મહાકુંભ અને ચારધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ કહ્યુ છે કે ચારધામ યાત્રા પર કોઈ રોક ટોક નહિ હોય. જો કે રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને જોતા શુક્રવારે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઑનલાઈન બેઠક લીધી જેમાં તેમણે કહ્યુ કે રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે પૂરી કોશિશ કરવામાં આવશે.

chardham

બેઠકમાં મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યુ કે સંક્રમિત રાજ્યોના શહેરોથી આવનારા લોકો માટે 72 કલાક પહેરલાનો કોરોના રિપોર્ટ અનિવાર્ય કરશે. આના માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વર્ચ્યુઅલ બેઠક દરમિયાન સીએમ તીરથે કહ્યુ કે ચારધામ યાત્રા પર કોઈ રોક-ટોક નહિ રહે. યાત્રા ચાલતી રહેશે. એ વાત સાચી છે કે દેશના વિવિધ ભાગોમાં કોરોનાનુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. ઉત્તરાખંડમાં હાલમાં લૉકડાઉન નહિ થાય પરંતુ લોકોને સાર્વજનિક સ્થળોએ સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક પહેરવા તેમજ વારંવાર સેનિટાઈઝ લગાવવાનુ પાલન કરવુ પડશે.

સીએમ તીરથ સિંહ રાવતે કહ્યુ કે મહાકુંભ અને ચારધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલી ગાઈડલાઈનનુ પાલન કરવુ જરૂરી છે. સાથે જ કહ્યુ કે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ વગેરે હાઈ રિસ્કવાળા રાજ્ય છે ત્યાંથી આવતા લોકોએ કોવિડ-29નો રિપોર્ટ કરાવ્યા વિના આવવાની મંજૂરી આપવામાં આવશે નહિ. જો કે આ રાજ્યોમાં ચારધામ યાત્રા પર આવતા લોકો માટે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રા 14મેના રોજ ગંગોત્રી તેમજ યમનોત્રીના કપાટ ખુલતા જ શરૂ થઈ જશે. ગયા વર્ષ કોવિડના કારણે ઘણા સમય સુધી યાત્રા રોકવામાં આવી હતી. કેદારનાથના કપાટ 17મેના રોજ સવારે 5 વાગે મેષ લગ્નમાં ખોલવામાં આવશે. બદરીનાથના કપાટ 18 મેના રોજ ખોલવામાં આવશે. કપાટ વિધિ-વિધાન સાથે સવારે 4 વાગીને 15 મિનિટે ખોલવામાં આવશે. વળી યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ 14મેના રોજ ખોલવામાં આવશે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ દર વર્એષે અક્ષય તૃતીયાના દિવસે ખુલે છે.

કોરોનાના વધતા કેસો વચ્ચે હવે વધુ લોકોને મૂકાશે વેક્સીનકોરોનાના વધતા કેસો વચ્ચે હવે વધુ લોકોને મૂકાશે વેક્સીન

English summary
char dham yatra: coronavirus update Haridwar Kumbh Mela 2021 Tirath Singh Rawat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X