For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલિક વિરુદ્ધ ઘડાયા દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના આરોપો

By Super
|
Google Oneindia Gujarati News

delhi-high-court
નવી દિલ્હી, 13 માર્ચઃ ખાસ એનઆઇએ અદાલતે દિલ્હી હાઇકોર્ટ વિસ્ફોટ મામલે ધરપકડ કરવામાં આવેલા વસીમ અકરમ મલિક પર દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના આરોપો નક્કી કર્યા છે. આ મામલે બુધવારે સુનાવણી કરવામાં આવી જેમાં મલિક પર આરોપો ઘડવામાં આવ્યા.

નોંધનીય છે કે વસીમ સામે દેશ વિરુદ્ધ અપરાધનું ષડયંત્ર કરવા માટે આઇપીસી ધારા 121 અને સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવા પર આઇપીસી ધારા 122 સહિત ઘણા આરોપો તૈયાર કરવામાં આવ્યા છે. આ પહેલાં ટ્રાયલ કોર્ટે મલિક પર કેસ ચલાવવા માટે એનઆઇએની અરજીને ખારીજ કરી દીધી હતી, પરંતુ હાઇકોર્ટે આ નિર્ણય બદલી નાંખ્યો.

સપ્ટેમ્બર 2011માં દિલ્હી હાઇકોર્ટ વિસ્ફોટમાં ભૂમિકા નિભાવનાર વસીમ અકરમ મલિક પર ઘણા આરોપો નક્કી કરવામાં આવ્યા છે. જો તેને દોષી જાહેર કરવામાં આવશે તો તેને મોતની સજા મળી શકે છે. ટ્રાયલ કોર્ટે ગત વર્ષે એક ઓક્ટોબરે મલિક પર આઇપીસીની ધારાઓ હેઠળ હત્યા અને કોર્ટના રિસેપ્શનમાં આતંકી હુમલો કરી 15 લોકોની હત્યા અને 79 લોકોને ઇજાગ્રસ્ત કરવાના આરોપમાં વિસ્ફોટક કાયદા હેઠળ આરોપ નક્કી કર્યા હતા.

English summary
A special NIA court on Wednesday framed additional charges, including that of waging war against India, on Wasim Akram Malik
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X