અલીગઢમાં ચાર્ટર પ્લેન ક્રેશ, પાયલટ સહિત 6 લોકો માંડ બચ્યા
અલીગઢમાં ચાર્ટર પ્લેન ક્રેશ, પાયલટ સહિત 6 લોકો માંડ બચ્યા
અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક પ્રાઈવેટ ચાર્ટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. પ્લેન ક્રેશ થવાની સૂચના પર હડકંપ મચ્યો છે. પોલીસ પ્રશાસનિક અધિકારીઓ ઘટના સ્થલે પહોંચી ગયા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બે પાયલટ સહિત પ્લેનમાં સવાર તમામ 6 લોકો માંડ બચ્યા. ધનીપુર હવાઈ પટ્ટી પર પ્લેન લેન્ડ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.

જાણકારી મુજબ અલીગઢના ધનીપુર હવાઈ પટ્ટી પર મંગળવારે સવારે એક ચાર્ટર પ્લેન લેન્ડ કરતી વખતે વીજળીના તારમાં ફસાઈ ગયું. જેને પગલે વિમાન ક્રેશ થયું અને આગ લાગી ગઈ હતી. પ્લેન ક્રેશ થવાની સૂચના પર હડકંપ મચી ગયો. પ્લેન ક્રેશ થવાની સૂચના પર પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થલે પહોંચી ગયા અને ફાયર બ્રિગેટની સૂચના આપી. સૂચના પર પહોંચેલ ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખાનગી એવિએશન કંપનીના પ્રશિક્ષુ વિમાનોનું મેન્ટેઈનન્સ કરવા માટે એન્જીનિયર દલિ્હીથી પ્લેનમાં સવાર થઈ અલીગઢ આવ્યા હતા.












Click it and Unblock the Notifications
