For Daily Alerts
નાની ઉંમરમાં જ છોકરીઓને પરણાવી દેવી જોઇએ: ચૌટાલા
નવી દિલ્હી, 10 ઓક્ટોબર: હરિયાણામાં થઇ રહેલી રેપ અને ગેંગરેપની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ પણ ખાપ પંચાયતના સૂજાવને સમર્થન આપ્યું છે જેમાં ખાપ પંચાયતે બળાત્કાર જેવી ઘટનાઓને રોકવા માટે દીકરીઓને નાની ઉંમરમાં જ પરણાવી દેવી જોઇએ.
ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ચૌટાલાએ ચંદીગઢમાં રાજ્યપાલને મળ્યા બાદ જણાવ્યું હતું કે રોજ મહીલાઓ પર બળાત્કાર થઇ રહ્યા છે. જો રાજ્ય સરકારે સમય રહેતા યોગ્ય પગલાં ભર્યા હોત તો આ નોબત ના આવતી. એક જ મહીનામાં બળાત્કારની 16 ઘટનાઓ ઘટી ચૂકી છે.
પૂર્વ મુખ્યમંત્રીએ બુધવારે જણાવ્યું કે મુઘલોના શાસનમાં પણ હવસખોરોથી દીકરીઓની રક્ષા કરવા માટે તેમને નાની ઉંમરમાં જ પરણાવી દેતા હતા. માટે આપણે પણ ઇતિહાસમાંથી શીખ લઇને ખાપ પંચાયતના આ નિર્ણયને માની લેવો જોઇએ.