મોડેલ ઘરેથી ઓફિસ જવા નીકળી હતી, રસ્તામાં થઇ ગુમ!

Posted By:
Subscribe to Oneindia News

ગત શુક્રવારથી તમિલનાડુની રાજધાની ચેન્નઇની રહેવાસી મોડેલ ગાનમ નાયર ગુમ થઇ ગઇ છે. હજી સુધી પોલીસ તેના વિષે કોઇ માહિતી મેળવી નથી શકી. જે બાદ હાલ તેની શોધ ખોળ માટે ઓનલાઇન એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગાનમ નાયર ઉર્ફ જિક્કી પાધૂને શોધવા માટે તેના પરિવારજનો, મિત્રો અને પોલીસ પણ શોધ ખોળ ચલાવી રહી છે ત્યાં જ ઓનલાઇન પણ તેને શોધવા માટે અભિયાન ચાલી રહ્યું છે. લોકો તેની તસવીરો સોશ્યલ મીડિયા પર શેયર કરી રહ્યા છે. અને તેને શોધવા કે તેના અંગે કંઇ પણ જાણકારી મેળવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

model

કોણ છે ગાનમ?

28 વર્ષીય આ મોડલ ગાનમ નાયર વિવિધ જાહેરાતોમાં કામ કરી ચૂકી છે. સાથે જ એક સલૂનની માર્કેટિંગ મેનેજર પણ છે. ગાનમના પિતા દિલ્હીના રહેવાસી છે. અને માતાની કેટલાક વર્ષો પહેલા મોત થઇ ચૂકી છે. હાલ ગાનમ તેના પરિવારજનો સાથે ચેન્નઇમાં રહે છે.

model

કેવી રીતે થઇ ગુમ?

ગાનમ નાયર શુક્રવારે ઘરથી ઓફિસ જવા નીકળી હતી. પણ તે પોતાની ઓફિસ ના પહોંચતા અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતા તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ સ્થાનિક છાપામાં પણ તેના ગુમ થવાની ખબર છાપવામાં આવી છે. તેવું પણ મનાય છે કે તેના લગ્ન મામલે તેના પરિવારજનો અને તેની વચ્ચે કંઇક મનદુખ થયું હતું.

English summary
chennai model gaanam nair also known as Jikki Padhoo is missing since friday.
Please Wait while comments are loading...