For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં નક્સલી હુમલો, 3 જવાનો શહીદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાયપુર, 13 ઓગષ્ટ: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં પોલીસ અને નક્સલી વચ્ચે મંગળવારે થયેલી મુઠભેડમાં કોબરા એક્શન ફોર્સ (સીએએફ)ના ત્રણ જવાનો શહીદ થઇ ગયા છે.

શહીદ જવાનોમાં બે કોસ્ટેબલ અને એક હેડ-કોંસ્ટેબલનો સમાવેશ થાય છે. ઘટના કૌશલનારના ઝારીઘાટીની બતાવવામાં આવી રહી છે. ઘટનાની પુષ્ટિ નારાયણ પોલીસ અધિક્ષક અમિત કાંબલેએ કરી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસની ટુકડી તપાસ માટે ગઇ હતી.

ઝારાઘાટી વિસ્તારમાં ઘાત લગાવીને બેઠલા નક્સલીઓએ મોટી સંખ્યામાં મંગળવારે બપોરે બાર વાગ્યાની આસપાસ આ ટુકડી પર હુમલો કર્યો હતો. પોલીસ વળતો ગોળીબાર કર્યો તો નક્સલીઓ નાસી છૂટ્યા હતા. મુઠભેડમાં ત્રણ જવાનો શહીદ થઇ ગયા. ત્રણ જવાનોના શબ હેલિકોપ્ટરના માધ્યમથી નારાયણપુર લાવવામાં આવ્યા છે.

naxal-attack-chhattisgarh

અત્રે ઉલ્લેખનીય છે કે માઓવાદીઓના હુમલાની ઘટના વધી રહી છે. જો કે તેમને બિહાર અને ઝારખંડમાં પણ કેટલીક ઘટનાઓને અંજામ આપ્યું છે. તો બીજી તરફ થોડા દિવસો પહેલાં કોંગ્રેસની રેલીમાં હુમલો કર્યો હતો જેમાં કોંગ્રેસના 3 મોટા નેતાઓ સહિત 14 લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
At least three police personnel and six Naxals have been killed in a gunbattle in Chhattisgarh's Narayanpur district. The gunbattle started on Tuesday afternoon and is still on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X