છત્તીસગઢના બે દિવસીય પ્રવાસ પર અમિત શાહ, 'આરોપ પત્ર' કરશે જાહેર, રાહુલ ગાંધી પણ રાયપુરમાં કરશે સંબોધન
Chhattisgarh elections 2023: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ચૂંટણી રાજ્ય છત્તીસગઢમાં અલગ-અલગ જાહેર સભાઓને સંબોધશે. આ પહેલીવાર બનશે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક જ દિવસે ભાજપ અને કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ જાહેર રેલીઓ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય છત્તીસગઢના પ્રવાસે છે. અમિત શાહ કોંગ્રેસ વિરુદ્ધ 'આરોપ પત્ર' જાહેર કરશે. જ્યારે રાહુલ ગાંધી રાયપુરમાં યુવાનોને સંબોધિત કરશે.

અમિત શાહ મહાસમુંદ જિલ્લાના રાયપુર અને સરાઈપાલીમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. બીજી તરફ રાહુલ ગાંધી છત્તીસગઢની નવી રાજધાની નવા રાયપુરમાં રાજીવ યુવા મીતાન ક્લબના એક કાર્યક્રમને સંબોધિત કરશે.
અમિત શાહ રાયપુરમાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય કુશાભાઉ ઠાકરે સંકુલમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. પાર્ટીના અધિકારીએ કહ્યું કે અમિત શાહ રાયપુરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ 'આરોપ પત્ર' જાહેર કરશે. આ પછી તે આદિવાસી જૂથો દ્વારા આયોજિત 'અભિનંદન' કાર્યક્રમમાં ભાગ લેવા માટે સરાઈપલી વિસ્તારના ખેરમલ ગામ જવા રવાના થશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી શનિવારે બપોરે 2 વાગે 'રાજ્યોત્સવ મેળા સ્થળ' ખાતે રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ હેઠળ રચાયેલી રાજીવ યુવા મીતાન ક્લબના રાજ્ય સ્તરીય સંમેલનને સંબોધિત કરશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાયપુરમાં કોંગ્રેસનું પૂર્ણ સત્ર યોજાયા બાદ રાહુલ ગાંધીની ચૂંટણીલક્ષી રાજ્યની આ પ્રથમ મુલાકાત હશે. સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
