છત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018ના પરિણામોના કેટલાય ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોંગ્રેસના હિસાબે જોવા જઈએ તો છત્તીસગઢમાં તેમને સારું રિઝલ્ટ મળ્યું છે, જ્યાં તેમણે ભાજપનાં સૂફડાં સાફ કરી દીધાં છે. છત્તીસગઢમાં કોંગ્રેસે 65 પર લીડ બનાવી લીધી છે, જ્યારે સત્તાધારી ભાજપ માત્ર 15 સીટ પર આગળ છે. બીજી બાજુ ભાજપના હિસાબે જોઈએ તો તેમની સૌથી મોટી હાર છત્તીસગઢમાં થઈ છે. અહીં પર પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે જગ્યા બનાવી શકી છે. ભાજપ માટે છત્તીસગઢના આંકડા ડરામણા છે.

કોંગ્રેસે ભારે અંતરથી ભાજપને હરાવ્યું
છત્તીસગઢમાં ભાજપને કોઈ સામાન્ય હાર નથી મળી. પાછલી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં રણ સિંહે કોંગ્રેસને હરાવી જરૂર, પરંતુ કોંગ્રેસની હાર એટલી ખરાબ નહોતી જેટલી 2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને આપી છે. 2013 વિધાનસભા ચૂંટણીમાં જીતી ભાજપે છત્તીસગઢમાં સરકાર બનાવી હતી, પરંતુ બંને પાર્ટીઓને મળેલ વોટોમાં માત્ર 0.75 ટકાનું જ અંતર હતું. 2018 વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો આ વખતે ભાજપને 32.6 ટકા વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસને 43 ટકા વોટ મળ્યા છે. કોંગ્રેસે ભાજપની સરખામણીએ 11 ટકા વોટ વધુ મેળવ્યા છે.

અજિત જોગીની અલગ પાર્ટી બનાવ્યા બાદ કોંગ્રેસની મોટી જીત
છત્તીસગઢમાં આ વખતે કોંગ્રેસ લીડરશીપના અભાવથી ઝુઝી રહી હતી. અજિત જોગી અલગ પાર્ટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા. એટલું જ નહિ, બસપા સાથે તેમણે સમજૂતી પણ કરી લીધી. એવું માનવામાં આવી રહ્યું હતું કે અજિત જોગી અને માયાવતી સાથે આવવાથી રમણ સિંહનું કામ આસાન થઈ જશે અને કોંગ્રેસની મુશ્કેલી વધી જશે, પરંતુ પરિણામ એકદમ વિપરીત આવ્યું. કોંગ્રેસને બંપર વોટ મળ્યા, જ્યારે અજિત જોગી-માયાવતીની કોઈ અસર ન થઈ.

2008માં રમણ સિંહ વધુ માર્જીનથી જીત્યા હતા
આવી રીતે 2008માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 43.3 ટકા વોટ સાથે 50 સીટ પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસ 38 સીટ પર જીત નોંધાવવામાં સફળ રહી હતી અને તેને માથી 38.6 ટકા વોટ જ મળ્યા હતા. આવી રીતે જ 2003 વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ભાજપને 50 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસને 37 સીટ મળી હતી. 2003 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 36.7 ટકા વોટ જ્યારે ભાજપને 39.3 ટકા વોટ મળ્યા હતા. છત્તીસગઢમાં પાછલી ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને કિસ્મતનો સાથ ન મળ્યો અને તે સામાન્ય આંતરથી હારતી રહી, પરંતુ આ વખતે કહાનીએ પટરી બદલી. કોંગ્રેસ છત્તીસગઢમાં માત્ર આગળ જ નહિ બલકે બેગણી સીટ પર કબજો જમાવી લીધો છે.
પહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર