આસારામ બાપુના સમર્થકોએ સ્કૂલના બાળકો વેંચ્યા અશ્લીલ પુસ્તકો

Posted By:
Subscribe to Oneindia News

દુષ્કર્મ કરવાના આરોપ હેઠળ જેલની હવા ખાઇ રહેવા આસારામના સમર્થકો તેમના બાપુને બચાવામાં તમામ પ્રયાસો કરી રહ્યા છે તે વાત તો બધા જ જાણે છે. પણ હાલમાં તેમના જ એક સમર્થકે સ્કૂલમાં અશ્લીલ પુસ્તકો વેંચ્યા હોવાનો નવો મામલો સામે આવ્યો છે. વાત છત્તીસગઢના મહાસમુંદની છે. એટલું જ નહીં આ પુસ્તકની બહાર હનુમાનજી અને અન્ય મહાપુરુષોના ફોટો લગાવામાં આવ્યા છે. પણ અંદર સેક્સ પાવર કેવી રીતે વધારવા અને સેફ સેક્સ કેવી રીતે કરવો તેની ટિપ્સ આપવામાં આવી છે.

બહારથી આ પુસ્તકને જોઇને કોઇ પણ કહી ના શકે કે આ પુસ્તકમાં આવું અશ્લીલ કન્ટેન્ટ પણ છાપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પુસ્તકોને હાયર સેકન્ડીના બાળકો વાંચવા અપાઇ હતી. દિવ્ય પ્રેરણા પ્રકાશ નામના આ પુસ્તકમાં યૌન શક્તિને વધારવા જેવી અનેક માહિતીઓ આપવામાં આવી છે. જાણકારી મુજબ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દ્વારા આ પુસ્તકોનો ઓર્ડર લેવામાં આવ્યો હતો. પણ હવે આ પુસ્તકે એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટની મુશ્કેલીઓ વધારી છે.

asaram bapu

નોંધનીય છે કે આ પુસ્તકના કવર પેઝ પર હનુમાનજી, ભીષ્મ પિતામહ, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, રામદાસ. સ્વામી લીલાશાહ મહારાજ અને મહર્ષિ રમણની તસવીરો છાપવામાં આવી છે. અને કવર પેઝ પર લખવામાં પણ આવ્યું છે કે આ પુસ્તકને ઓછામાં ઓછી પાંચ વાર વાંચો અને વંચાવો!

English summary
Chhattisgarh Chief Minister Raman Singh on Tuesday bid probe on schools that distributed Asaram Bapu's books on sexual education to students.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.