For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢઃ MLAનો પગાર 48 હજાર, કમાણી 38 લાખ

|
Google Oneindia Gujarati News

chhattisgarh
(અજય મોહન) છત્તીસગઢમાં પાંચ વર્ષ પહેલા ચૂંટાયેલા ધારાસભ્યએ પોત-પોતાના વિસ્તાર માટે શું કર્યુ, એ ક્ષેત્રવાસી સારી પેઠે જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે, એક ધારાસભ્ય એવા પણ છે, જેમનો માસિક પગાર 48 હજાર રૂપિયા છે, પરંતુ કમાણી 38 લાખ રૂપિયા છે. જો આટલા જ પગારવાળી એક સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે તો, તે કાર ખરીદવા માટે પણ દસ વાર વિચારશે.

વિચારવા લાયક વાત નીકળી છે ત્યારે અમે તમને જણાવી દઇએ કે, આ ખેલ લાખોનો નહીં પરંતુ કરોડોનો છે, કારણ કે નેતાઓની જે સંપત્તિ અંગે અમે જણાવવા જઇ રહ્યા છીએ, તે છે ચૂંટણી પંચના શપથપત્ર પર લખીને આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલી સંપત્તિ હશે, તેનો અંદાજો પણ લગાવી શકશો નહીં. કમાણીના મામલે રેકોર્ડ તોડનારા અન્ય કોઇ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય રાજકમલ સિંઘાનિયા છે. કસડોલના બલોદાબાજારથી ધારાસભ્ય સિંઘાનિયા છેલ્લા પાંચ વર્ષમાં 23 કરોડ રૂપિયા કમાણા છે.

વર્ષ 2008માં સિંઘાનિયાની સંપત્તિ 10 કરોડ હતી અને 2013માં વધીને 33,31,38,392 એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ કમાણીમાં સિંઘાનિયાના પોતાના વ્યસાયમાંથી થયેલી આવક પણ સામેલ છે, પરંતુ તેમાં કોઇ શંકા નથી કે, ધારાસભ્ય બન્યા બાદ તેમને વ્યવસાય ઝડપભેર વધી રહ્યો ચે. સિંઘાનિયાની સંપત્તિમાં 227 ટકાનો નફો થયો છે.

ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત અહેવાલ પર નજર નાખવામાં આવે તો જોવા મળશે કે કમાણી કરનારા નેતાઓ માત્ર સત્તાધીશ પાર્ટીમાંથી નથી પરંતુ અન્ય પાર્ટીઓના ધારાસભ્યો પણ ધૂમ પૈસા કમાણા છે. 2013ની ચૂંટણીમાં ફરીથી ઉભેલા ઉમેદવારોની યાદીમાં સૌથી વધુ સંપત્તિ ભેગી કરનારાઓની યાદીમાં ટોપ થ્રી નેતા કોંગ્રેસના જ છે. ચોથા નંબર પર મુખ્યમંત્રી રમણસિંહ આવે છે, જ્યારે પાંચમા ક્રમે ફરી કોંગ્રેસી નેતાનું નામ છે. સૌથી વધારે કમાણી કરનારા ટોપ 10 નેતાઓમાં સાત કોંગ્રેસી અને ત્રણ ભાજપના નેતા છે.

English summary
The assets of Chhattisgarh MLAs have been increased by many folds in last five years. assets increasing by many folds, what about state which is still being counted as backward.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X