છત્તીસગઢમાં પોલિંગ બુથ પર તૈનાત મતદાન અધિકારીનું હાર્ટ એટેકથી મોત

લોકસભા ચૂંટણી દરમિયાન છત્તીસગઢમાં ફરજ પર તૈનાત એક અધિકારીનું ગુરુવારે હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે.

લોકસભા ચૂંટણી દરમિયાન છત્તીસગઢમાં ફરજ પર તૈનાત એક અધિકારીનું ગુરુવારે હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે. આ અધિકારી કાંકેર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પૂરી કરાવવા માટે પોલિંગ બુથ નંબર 186 પર તૈનાત હતા. બધા મતદાનકર્મી પોલિંગ બુથ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં લાગ્યા હતા. તે સમયે એક અધિકારી અચાનકથી જમીન પર પડી ગયા. મતદાન અધિકારીની અચાનક તબિયત બગડવાથી મતદાન સ્થળ પર અફડાતફડીનો માહોલ બની ગયો. મતદાન અધિકારી જમીન પર પડતા જ તેમની પાસે હાજર અન્ય મતદાનકર્મીઓએ તેમને સંભાળવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધી તેમણે દમ તોડી દીધો. સ્થાનિક સમાચાર મુજબ પોલિંગ અધિકારીનું મોત હાર્ટ એટેકના કારણે થયુ. પોલિંગ અધિકારીની ઓળખ તુકલરામ નરેઠી રૂપે થઈ છે.

voting

છત્તીસગઢની ત્રણ સીટો પર થઈ રહ્યુ છે મતદાન

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં છત્તીસગઢમાં કાંકેર, રાજનંદગાંવ અને મહાસમુંદ સીટો પર મતદાન થઈ રહ્યુ છે. બીજા તબક્કામાં દેશના 12 રાજ્યોની કુલ 95 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યુ છે. બીજા તબક્કામાં જે લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યુ છે તેમાં સૌથી વધુ તમિલનાડુની 38 અને કર્ણાટકની 14 સીટો છે.

બીજા તબક્કામાં 95 સીટો પર થઈ રહ્યુ છે મતદાન

આ ઉપરાંત ઉત્તરપ્રદેશની 8, બિહારની 5, મહારાષ્ટ્રની 10, ઓડિશાની 5, અસમની 5, પશ્ચિમ બંગાળની 3, જમ્મુ કાશ્મીરની 2, મણિપુરની 1 અને પુડુચેરીની 1 લોકસભા સીટ પર બીજા તબક્કામાં શામેલ છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે પૂર્ણ થઈ ગયુ હતુ. સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X