For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન શરૂ

|
Google Oneindia Gujarati News

રાયપુર, 19 નવેમ્બર: છત્તીસગઢમાં બીજા અને અંતિમ ચરણનું મતદાન શરૂ થઇ ચૂક્યું છે. 72 બેઠકો માટે 842 ઉમેદવારો મેદાનમાં છે. રમણ સિંહ કેબિનેટના ઘણા મંત્રીઓ સહિત કોંગ્રેસના દિગ્ગજ અજિત જોગીની પત્ની અને પુત્રનું નસીબ પણ આ વખતે દાવ પર લાગેલું છે.

છત્તીસગઢમાં કોની સરકાર બનશે, અને શું રમણ સિંહ હેટ્રિક લગાવશે કે પછી કોંગ્રેસને મળશે જીત? આ સવાલોના જવાબ આજે વોટિંગ મશીનમાં બંધ થઇ જશે. સવારે 8 વાગ્યાથી બીજા અને અંતિમ ચરણનું મતદાન શરૂ થઇ ગયું છે. આમાં 72 બેઠકો માટે વોટ નાખવામાં આવશે. છેલ્લા પડાવમાં 843 ઉમેદવારો મેદાનમાં છે. એક કરોડ 39 લાખ વોટર પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મતદાન માટે 1,8400 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

જોકે છત્તીસગઢના મોટા ભાગના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પહેલા ચરણનું મતદાન થઇ ચૂક્યું છે. પરંતુ બીજા ચરણ માટે સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કસર બાકી નથી રખાઇ. 72 બેઠકો પર મતદાન માટે લગભગ એક લાખ સુરક્ષા જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસ અને ભાજપની વચ્ચે સીધી ટક્કર છે. બીજા ચરણમાં જે દિગ્ગજોના નસીબ દાવ પર લાગેલા છે, તેમા રમણ સિંહ મંત્રિમંડળના 12 જેટલા મંત્રીઓનો સમાવેશ થાય છે.પીડબ્લૂડી મંત્રી બૃજમોહન અગ્રવાલ, પરિવહન મંત્રી રાજેશ મૂણત, ગૃહમંત્રી નનકીરામ કંવર, સ્વાસ્થ્ય મંત્રી ઉમર અગ્રવાલ, અને વિધાનસભા અધ્યક્ષ ધર્મલાલ કૌશિક પણ ચૂંટણી રેસમાં સામેલ છે.

raipur
કોંગ્રેસની વાત કરીએ તો, નેતા પ્રતિપક્ષ રવિન્દ્ર ચૌબે, પૂર્વ મંત્રી સત્યનારાયણ શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની પત્ની રેનૂ જોગીની કિસ્મત પણ વોટિંગ મશીનમાં કેદ થઇ જશે.

18 બેઠકો માટે પહેલા વોટિંગ થઇ ચૂંક્યું છે. સાંજે 5 વાગ્યે 72 બેઠકો માટે મતદાન સમાપ્ત થઇ જશે. પરંતુ આ 8 ડિસેમ્બરના રોજ જ સ્પષ્ટ થઇ શકશે કે છત્તીસગઢની જનતા એ શું નિર્ણય કર્યો છે.

English summary
Over one lakh security personnel will keep a hawk eye vigil during the second and final phase of polling today for Chhattishgarh Assembly elections in 72 constituencies of the state, where Chief Minister Raman Singh-led BJP is eyeing a hat-trick.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X