ભાજપના પૂર્વ મંત્રીએ લોન ચુકવણી નહીં કરી તો બેંકે ઘર જપ્ત કર્યું

Posted By:
Subscribe to Oneindia News

છત્તીસગઢ માં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ બાળ વિકાસ મંત્રી રેણુકા સિંહ નું ઘર બેંક ઘ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે. ભાજપા નેતા પર આંધ્ર બેંકની 13 લાખ 86 હજાર 638 રૂપિયાની લોન બાકી હતી. બેંક ઘ્વારા ઘણી વાર નોટિસ આપવામાં આવી પરંતુ ભાજપા નેતા ઘ્વારા તેનો કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નહીં.

renuka singh

ભાજપા નેતાનું આ ઘર રાયપુરમાં પુરેના વિસ્તારમાં આવેલું છે. બેંકના જણાવ્યા મુજબ મંત્રી રેણુકા સિંહએ રાયપુરના વીઆઈપી રોડ પર 4032 ફુટના પ્લોટ પર મકાન બનાવવા માટે 20 લાખ રૂપિયાની લોન લીધી હતી. લોન લીધા પછી તેમને સમય પર ઇન્સ્ટોલમેન્ટ પણ ભરી નથી.

આંધ્ર બેંક ઘ્વારા રેણુકા સિંહ ને લોન ભરવા માટે 22 ડિસેમ્બર 2017 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે તેમને પૈસા ભર્યા નહીં તો બેંક ઘ્વારા તેમના બંગલા પર કબ્જો કરી લેવામાં આવ્યો.

બેંક ઘ્વારા ભરવામાં આવેલા આ પગલાંથી ભાજપા નેતા ખુબ જ ગુસ્સે છે. રેણુકા સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને 8 લાખ રૂપિયા જમા કરી દીધા છે. પરંતુ કેટલાક કારણોસર તેઓ બીજી રકમ જમા કરી શક્યા નથી. રેણુકા સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ લોન ચૂકવવા માંગે છે પરંતુ આ રીતે જાહેર કરી બેંકે તેમનું અપમાન કર્યું છે.

વિધાનસભા સીટથી બીજેપી વિધાયક રહી ચુક્યા છે. સીએમ રમન સિંહ ઘ્વારા તેમના બીજા કાર્યકાલ દરમિયાન રેણુકા સિંહને મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવ્યા હતા. પરંતુ વર્ષ 2013 દરમિયાન વિધાનસભા ઈલેક્શનમાં તેઓ પ્રેમ નગર વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર સામે 18 હજાર વોટોથી હારી ગયા હતા.

English summary
Chhattisgarh raipur bjp ex minister renuka singh home seized bank

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.