ઇવીએમમાં પહેલું બટન દબાવજો, બીજું દબાવ્યું તો કરંટ લાગશે
છત્તીસગઢના એક કોંગ્રેસી વિધાયક કવાસી લાખમાએ એક અજીબ નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો છે.
છત્તીસગઢના એક કોંગ્રેસી વિધાયક કવાસી લાખમાએ એક અજીબ નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો છે. ખરેખર કવાસી લાખમાએ મતદાતાઓને કહ્યું કે તેઓ ઇવીએમ મશીનમાં પહેલું બટન જ દબાવે, બીજું બટન દબાવવા પર તેમને વીજળીનો ઝાટકો લાગશે. છત્તીસગઢના કોંગ્રેસી વિધાયક કવાસી લાખમા ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પણ વિવાદ ઉભો થઇ ગયો છે.
આ પણ વાંચો: કેરળ ભાજપ અધ્યક્ષઃ મુસ્લિમોની ઓળખ 'તેમના કપડા ખોલવા'થી થઈ જશે

ઇવીએમમાં બીજું દબાવ્યું તો કરંટ લાગશે
છત્તીસગઢના કોરારના કંકર જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે એક સભાને સંબોધિત કરતા સ્ટેટ એક્સાઇઝ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર કવાસી લાખમાએ કહ્યું કે તમે ઇવીએમમાં જઈને પહેલું બટન દબાવો કારણકે બીજું બટન દબાવવાથી તમને કરંટ લાગશે. કવાસી લાખમા ઘ્વારા આપવામાં આવેલા આ નિવેદન પર ભાજપ ભકડી ઉઠી છે.

કવાસી લાખમા મતદાતાઓને ભટકાવી રહ્યા છે
કવાસી લાખમા ઘ્વારા આપવામાં આવેલા અજીબ નિવેદન પછી ભાજપા ગુસ્સે થઇ છે. ભાજપની પ્રદેશ યુનિટે તેનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે કવાસી લાખમા મતદાતાઓને ભટકાવી રહ્યા છે. તેઓ આ વાતને ચૂંટણી પંચ સુધી લઇ જશે. આપને જણાવી દઈએ કે છત્તીસગઢમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે.

કવાસી લાખમા 5 વાર વિધાયક રહી ચુક્યા છે
કવાસી લાખમા 61 વર્ષના છે અને સુકમા જિલ્લાની કોટા સીટથી 5 વાર વિધાયક રહી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે તેઓ એવા કોંગ્રેસ નેતાઓમાં એક છે, જેઓ 25 મેં 2013 દરમિયાન કોંગ્રેસના કાફલા પર થયેલા નક્સલી હુમલામાં ઘાયલ થયા હતા. આ હુમલામાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં પૂર્વ રાજ્યમંત્રી મહેન્દ્ર કર્મા અને છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ નંદ કુમાર પટેલ પણ શામિલ હતા.












Click it and Unblock the Notifications
