For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્ડ ફ્લુના જોખમ વચ્ચે ગુજરાતમાં 100 મરઘી, 10-10 કબૂતર, તેતર અને મોર મૃત મળ્યા

ગુજરાતના પોરબંદર શહેરમાં 100 મરઘીઓ, 10 કબૂતર, 10 ટિટોડી અને 8 મોર મૃત મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પોરબંદરઃ ગુજરાતના પોરબંદર શહેરમાં 100 મરઘીઓ, 10 કબૂતર, 10 તેતર અને 8 મોર મૃત મળી આવ્યા છે. આ પક્ષીઓના મોત બર્ડ ફ્લુના વધતા ખતરા વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં થયા. અલગ અલગ રીતના પક્ષીઓના અકાળે મોતથી સંબંધિત વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. આમના જીવ છેટવે કેવી રીતે ગયા એ જાણવા માટે નમૂના તપાસ માટે ભોપાલ સ્થિત લેબમાં મોકલવામાં આવ્યા છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આમના જીવ બર્ડ ફ્લુના કારણે ગયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી ઘણા પક્ષી મર્યા

ગુજરાતમાં અત્યાર સુધી ઘણા પક્ષી મર્યા

આ પહેલા 5 જાન્યુઆરીએ પણ મૃત મળેલા ઘણા પ્રકારના પક્ષીઓના રિપોર્ટ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તપાસમાં જાણવા મળ્યુ કે આ પક્ષીઓમાંથી એક ટિટોડીનુ મોત બર્ડ ફ્લુથી થયુ હતુ. સમાચાર મુજબ 5 જાન્યુઆરીએ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામથી 53 પક્ષીઓ મૃત મળ્યા હતા. જેના કારણે ગુજરાતના બધા પક્ષી અભયારણ્યને તાત્કાલિક ધોરણે બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે બાંટવા ગામમાં પક્ષીઓના મૃત મળ્યા બાદથી જ આખા જૂનાગઢમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ હતા. સુરતમાં પણ મૃત મળેલા 13 કાગડામાંથી એકનુ મોત બર્ડ ફ્લુથી થવાની પુષ્ટિ થઈ છે.

8 રાજ્યોમાં બર્ડ ફ્લુના લક્ષણ મળ્યા

8 રાજ્યોમાં બર્ડ ફ્લુના લક્ષણ મળ્યા

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ અને ઝારખંડ સહિત લગભગ 8 રાજ્યોમાં બર્ડ ફ્લુના લક્ષણ મળી ચૂક્યા છે. હાલમાં ગુજરાતમાં પણ બતક, કબૂતર, મોર, મરઘીઓ, ટિટોડી અને કાગડા જેવા પક્ષી મૃત મળી આવ્યા બાદ અહીં પણ બર્ડ ફ્લુ ફેલાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે સરકારે હજુ ગુજરાતમાં બર્ડ ફ્લુ ફેલાવાની વાત નથી માની. આ રાજ્યમાં 14 વર્ષ પહેલા બર્ડ ફ્લુના કેસ સામે આવ્યા હતા.

2006 બાદ બર્ડનો ફ્લુનો કેસ નહિ

2006 બાદ બર્ડનો ફ્લુનો કેસ નહિ

એક પોર્ટલના રિપોર્ટ મુજબ વર્ષ 2006માં સુરત જિલ્લાના ઉચ્છલ તાલુકામાં બર્ડ ફ્લુનો પૉઝિટીવ કેસ મળ્યો. ત્યારે ઘણા પક્ષીઓના જીવ ગયા. જો કે તે બાદ રાજ્યમાં બર્ડ ફ્લુનો કોઈ કેસ સામે આવ્યો નથી.

દેશદ્રોહ મામલે બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને આપી 25 જાન્યુઆરી સુધી ધરપકડથી રાહતદેશદ્રોહ મામલે બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને આપી 25 જાન્યુઆરી સુધી ધરપકડથી રાહત

English summary
Chickens, Pigeons, Tetheries, crows and peacock lost lives amidst risk of Bird flu at gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X