ચીફ જસ્ટિસ દીપક મિશ્રા નહીં કરે પત્રકાર પરિષદ

Written By:
Subscribe to Oneindia News

દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા મીડિયા સાથે વાત કરનાર હતા, પરંતુ તેમની પત્રકાર પરિષદ રદ્દ કરવામાં આવી છે. કહેવાઇ રહ્યું હતું કે, જસ્ટિસ દીપક મિશ્રા સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલો અંગે પત્રકાર પરિષદમાં વાત કરશે. જો કે, તેમણે એટોર્ની જનરલ વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ચાર સર્વોચ્ચ અને વરિષ્ઠ ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં ન્યાયાધીશ ચેલમેશ્વર, ન્યાયાધીશ જોસેફ કુરિયન, ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયાધીશ એમ.બી.લોકુરનો સમાવેશ થાય છે. પત્રકાર પરિષદમાં તમામ ન્યાયાધીશોએ પોતાની વાત રજૂ કરી હતી.

SC

તેમણે ચીફ જસ્ટિસને લખે પત્ર પણ સાર્વજનિક કર્યો હતો અને કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ ભ્રષ્ટાચારની ફરિયાદ સાંભળી નથી રહ્યાં. હવે દેશ ચીફ જસ્ટિસ અંગે નિર્ણય લે. ચારેય ન્યાયાધીશો ચીફ જસ્ટિસ અંગે પ્રશ્નો કર્યા હતા. CIJ દીપક મિશ્રા બાદ બીજા ક્રમાંકના ન્યાયાધીશ કહેવાતા જસ્ટિસ જે.ચેલામેશ્વરે કહ્યું હતું કે, જો આજે અમે દેશ સામે આ વાતો રજૂ નહીં કરીએ તો લોકતંત્ર સમાપ્ત થઇ જશે. અમે ચીફ જસ્ટિસ સાથે અનિયમિતતાઓ અંગે વાત કરી હતી. ચાર માસ પહેલાં અમે ચાર જજોએ તેમને પત્ર લખ્યો હતો, જે પ્રશાસન અંગે હતો.

English summary
Chief Justice of India Dipak Misra address media, Attorney General also accompany him,

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.