હું રેમ્બો નથી કે ઉડીને બિહારીઓને બચાવી લાવું: નીતિશ કુમાર

nitish kumar
પટણા, 2 જૂન : ઉત્તરાખંડમાં કૂદરતી આફત બાદ હજારો લોકો હજી પણ ત્યાં ફસાયેલા છે. હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશના અલગ-અલગ ભાગમાંથી ચારધામની યાત્રા કરવા માટે આવેલા લોકો આ સૌથી મોટી હોનારતનો ભોગ બન્યા. જ્યાં એક બાજુ લોકો પોતાના સંબંધીઓની તલાસ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજું રાજનૈતિક પાર્ટીઓ પોતાનો રાજકીય રોટલો સેકવામાં લાગેલી છે.

ઉત્તરાખંડના પૂરમાં ફંસાયેલા ગુજરાતના લોકોને ગુજરાત સરકારની મદદથી સુરક્ષિત પોતાના ઘરે પહોંચા઼ડી દેવામાં આવ્યા, પરંતુ આ આખા મામલામાં બિહાર સરકારનું વલણ ખૂબ જ સંવેદનહીન રહ્યું.

બિહારના જે લોકો ઉત્તરાખંડની વિપદામાં ફસાયેલા હતા, બિહાર સરકારે એકવાર પણ તેમનો હાલ-ચાલ પૂછવાની કોશિશ પણ કરી નથી. નીતિશની આ સંવેદનહીનતા પર બીજેપીએ ટીકા કરતા જણાવ્યું હતું કે બિહાર સરકાર પોતાના લોકો માટે સંવેદનશીલ નથી.

બીજેપીની આ ટીકા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું કે હું કોઇ રેમ્બો નથી કે ઉત્તરાખંડ જઇને બિહારના લોકોને બચાવી લાવું. જોકે બિહારના બીજેપી નેતા સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોના મુકાબલે ઉત્તરાખંડની તબાહીમાં બિહાર સરકારનું વલણ સંવેદનહીન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X