For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબના દરેક જિલ્લામાં બનશે મુખ્યમંત્રી કાર્યાલય, માન સરકારે કરી જાહેરાત

મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબમાં સત્તા પર રહેલી આપ સરકારે એક વધુ ચૂંટણી વાયદો પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબમાં સત્તા પર રહેલી આપ સરકારે એક વધુ ચૂંટણી વાયદો પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા કાર્યો માટે લોકો ચંદીગઢ જવાની માથાકુટને ખતમ કરવા માટે હવે પંજાબના દરેક જિલ્લામાં મુખ્યમંત્રી ઓફિસ ખોલવામાં આવે તેવી શક્યાતા છે. આ અંગે માન સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

mann Government

ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, જણાવ્યું હતું કે, લોકોને કામ કરાવવા માટે ચંદીગઢ જવાની જરૂર નથી, પરંતુ રાજ્યના દરેક જિલ્લામાં મુખ્યમંત્રી કાર્યાલય હશે. આ જાહેરાતના અમલીકરણ માટે પગલાં લેતા, રાજ્ય સરકારે 23 જિલ્લામાં મુખ્યપ્રધાન ક્ષેત્ર અધિકારીની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ PCS (EB) અધિકારીઓ દ્વારા જ ભરવામાં આવશે.

આ અંગે મળતી માહિતી અનુસાર, 21 ઓકટોબરના રોજ કેબિનેટે રાજ્યમાં આસિસ્ટન્ટ કમિશનર (ફરિયાદ) ની 23 જગ્યાઓ નાબૂદ કરવાનો અને મુખ્યમંત્રી ફિલ્ડ ઓફિસરની 23 જગ્યાઓ બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆએ એક સૂચના બહાર પાડી છે.

English summary
Chief Minister office will be created in every district of Punjab, mann Government has announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X