For Quick Alerts
For Daily Alerts
Video Viral: છોકરી રડતી રહી, તેઓ લગ્ન કરાવતા રહ્યા
બાળ વિવાહ કાનૂની અપરાધ છે અને તેના માટે સજા પણ થઇ શકે છે. પરંતુ રાજસ્થાન માં બાળ વિવાહ હજુ પણ ચાલુ છે. સરકાર ભલે બાળ વિવાહ ને પૂરી રીતે નાબુદ થવાની વાત કરતુ હોઈ. પરંતુ રાજસ્થાન ના ચિત્તોડનો જે વીડિયો સામે આવ્યો છે તે બતાવે છે કે બાળ વિવાહ હજુ પણ ચાલુ જ છે.
આ વીડિયો ચિત્તોડ ની પાસેને એક મંડપ નો છે. જ્યાં એક જ ઘરની 2 નાબાલિક છોકરીઓના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. વીડિયો માં સાફ સાફ જોઈ શકાઈ છે કે કઈ રીતે જબરજસ્તી 2 નાબાલિક છોકરીઓના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે.
મિડિયા રિપોર્ટનું માન્યે તો તે છોકરીની ઉમર ખાલી 4 વર્ષ જ હતી અને છોકરાની ઉમર 10 વર્ષ જેટલી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો ખુબ જ તેજીથી વાયરલ થઇ ગયા બાદ સરકારની આંખ ખુલી અને તેમને જાંચના આદેશ આપ્યા.