For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આધુનિક ઇન્ડિયા'ના આ ગામે બાળપણમાં જ થઇ જાય છે લગ્ન

|
Google Oneindia Gujarati News

Marriage
રાજગઢ, 25 એપ્રિલઃ રામદયાલ દાંગી હજુ નવમા ધોરણમાં જ ભણે છે, પરંતુ તેના લગ્ન પાંચ વર્ષ પહેલા જ થઇ શક્યા છે. શિવ સિંહ 12માં ધોરણનો વિદ્યાર્થી છે અને તેના પણ સાત વર્ષ પહેલા લગ્ન થઇ ગયા છે. આવા ઘણા બાળકો છે, જેમના લગ્ન નાની ઉમરમાં કરી નાંખવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ખિલચીપુર વિકાસખંડમાં ઘણા એવા ગામો છે, જ્યાં મોટાભાગના લગ્ન બાળપણમાં કરી દેવામાં આવે છે.

આ વિસ્તારમાં બાળકો પર રમવા-ભણવાની ઉમરમાં જ લગ્નનો ભાર સ્પષ્ટપણે જોવા મળે છે. ગામ બડબેલીમાં નવમા ઘોરણનો વિદ્યાર્થી રામદયાલ દાંગી પરિણય સુત્રમાં બંધાઇ ચૂક્યો છે, જો કે, આ ઉમરમાં તેને લગ્નનો અર્થ પણ માલુમ નથી. આ ગામના શિવ સિંહના લગ્ન પણ સાત વર્ષ પહેલા થઇ ચૂક્યા છે અને તે 12માં ધોરણમાં ભણે છે. તેની પત્ની અત્યારસુધીમાં એકવાર તેના ગામે આવી છે. લગ્નનો નિર્ણય તેમના પરિવારનો હતો, જેને તેણે માનવો પડ્યો હતો. હવે તે અભ્યાસ કરીને નોકરી કરવા માંગે છે.

આ વિસ્તારની છોકરીઓને ભણવા માટે મહત્વ આપવામાં આવતું નથી. છોકરી ભણવા માગે તો પરિવાર અને સમાજ માટે તે સારુ નથી, પરંતુ તેના લગ્ન ઝડપથી કરી દેવા તેને વધારે મહત્વ આપવામાં આવે છે. સોંધિયા પરિવારની શીલાની કહાણી પણ કંઇક આવી જ છે. તેની ઉમર માત્ર 16 વર્ષની છે અને એક વર્ષ પહેલા તેના લગ્ન કરી દેવામાં આવ્યા છે. તેણે સ્કૂલ જોઇ નથી. તે ભણવા માગે છે પરંતુ તેવું થઇ શક્યું નથી. લગ્ન પછી તે માયકામાં જ છે. પતિ પણ અભ્યાસ કરી શક્યો નથી અને રોજગારી માટેની પણ કોઇ ખાસ વ્યવસ્થા નથી. રાજ્યની મહિલા બાળ વિકાસ વિભાગે બાળ વિવાહ રોકવા માટે ઘણી યોજના બનાવી છે, પરંતુ તે માત્ર કાગળ પર જ છે. રાજગઢના સોનકચ્છમાં મંગળવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં ઘણા એવા જોડા હતા, જે હજુ 10મા ધોરણમાં ભણી રહ્યાં છે અથવા જેમણે એકાદ બે વર્ષ પહેલા ભણતર છોડ્યું છે. મહિલા બાળ વિકાસ સહાયક સંચાલક નીતિ પાન્ડેએ જણાવ્યું કે, તેમના વિભાગે બાળ વિવાહ રોકવા તથા તેના માટે લોકોને જાગૃત કરવાની યોજના બનાવી છે. તેના માટે પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. વિભાગની આ કાર્ય યોજના હાલ માત્ર રાજધાની અને મોટા શહેરો સુધી સીમિત છે. સરપંચોને પણ તેની જાણ નથી. પીપલબે ગામના સરપંચ તેજ સિંહે જણાવ્યું કે, બાળ વિવાહ રોકવા માટેના કોઇ નિર્દેશ મળ્યા નથી. ગત વર્ષે જરૂર આ સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા.

English summary
child marriage in some village of Madhya pradesh., most of get married in five or seven std.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X