લખલઉ, 19 મે: સ્લાઇડરમાં પહેલી તસવીરને ધ્યાનથી જુઓ. જો એક ચાવાળો દેશનો વડાપ્રધાનમંત્રી બની શકતો હોય તો આ તો ઘણું બધું કરી શકે તેમ છે. પરંતુ મુલાયમ સિંહ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ નથી ઇચ્છતા કે ગરીબ પરિવારોના બાળકો ભણીગણીને આગળ આવે, જો એવી ઇચ્છા રાખી હોત તો આ બાળકોને ગિરવે મૂકવાની નોબત ના આવી હોત.
લોકસભા ચૂંટણી પરિણામોમાં જ્યારે સમાજવાદી પાર્ટીને માત્ર 5 બેઠકો મળી, તો આખો દેશ ચોંકી ઊઠ્યો, પરંતુ ઉત્તર પ્રદેશના તમામ ગરીબો ચોંક્યા નહીં, કારણ કે સમાજવાદી પાર્ટીનું ભવિષ્ય તેમણે જ નક્કી કરી લીધું હતું. હજી સુધી કાયદા વ્યવસ્થા, રમખાણ, છેડછાડ, મહિલા હિંસા, વિકાસ વગેરેને લઇને સપા સરકાર પર સવાલો ઉઠતા રહ્યા, પરંતુ હવે હદ જ થઇ ગઇ કે ગરીબ ખેડૂતોએ પોતાના બાળકોને ગિરે મૂકવા પડી રહ્યા છે.
બુંદેલખંડનો નકશો આ વખતે પણ બદલાયો નહીં, દરેક પાર્ટીઓની જેમ સપાએ પણ તેની સાથે છેતરપિંડી કરી છે. રાજ્યના લલિતપુરના મડાવરા બ્લોકના સકરા ગામમાં સહરિયા જાતિના ઘણા ખેડૂતોએ બે વખતના રોટલા માટે દોઢ દર્જન બાળકોના રાજસ્થાનના ઉંટ વ્યાપારીઓની પાસે ગિરવે મૂકી દીધા છે.
બાળકોને ગિરવે રાખવાનો મામલો મીડિયામાં આવ્યા બાદ બાળ રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આની પર સંજ્ઞાન લઇને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે અને જિલ્લાધીકારીએ નોટિસ જારી કરી ચાર અઠવાડીયામાં જવાબ માંગ્યો છે. પંચ ટૂંક સમયમાં એક ટીમને ઘટના સ્થળે મોકલશે.
લલિતપુર જનપદનો ભડાવરા વિસ્તાર વર્ષ 2003માં સમાચારોમાં આવ્યો હતો. સમાચારોમાં બતાવવામાં આવ્યું હતું કે અત્રેના ગરીબ લોકો ઘાસની રોટલીઓ ખાઇને જીવે છે. આજે 11 વર્ષ બાદ પરિસ્થિતિ એટલી વણસી ગઇ છે કે આ ગરીબો પોતાના બાળકોને બે સમયનું ભાણું પણ અપાવી શકતા નથી. એટલા માટે તેમણે પોતાના 10-15 વર્ષના બાળકોને રાજસ્થાનના ઉંટ અને બકરીઓની પાસે ગિરવે રાખી દીધા છે.
લગભગ 80 પરિવારોની વસ્તીવાળા ગ્રામ પંચાયત ધોરીમાગરના સકરા ગામના નિવાસી ધનસૂ સહરિયાનું કહેવું છે કે તેમની સામે જબરદસ્ત સંકટન છે. ગામમાં સરકારી રાશન પણ ઘણા મહીનાઓથી આપવામાં આવ્યું નથી. એવામાં પરિવારને ભુખમીરથી બચાવવા માટે તેની સામે એક જ વિકલ્પ હતો કે તે બાળકોને ગિરવે મૂકી દે.

ભર ઊનાળે વગર ચપ્પલે કામ કરતા બાળકો
ઊંટ-ઘેંટા ચરાવનાર માટે પોતાના બાળકોને રાજસ્થાનના વ્યાપારીઓ પાસે મૂકી દીધું. ગિરે મૂકાયેલા બાળકોએ શોષણની જે કહાનીઓ કહી છે તે ખરેખર રૂંવાડા ઊભા કરી દેનારી છે. બાળકોનું કહેવું છે કે તેમને તડકામાં ચપ્પલ વગર ઘેંટાઓને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવાનું કામ સોંપાતું હતું, અને કોઇ ભૂલ થવાથી તેમને ઢોર માર મારવામાં આવતો હતો.

જંગલમાં ઊઘાળા પગે ચાલવું પડતુ
હાલમાં જ વ્યાપારીયોની આંખમાં ધૂળ નાખીને હજારો કિમી સુધી ચાલીને પોતાના ગામ પાછા ફરેલા એક બાળક બ્રજરામે જણાવ્યું કે ઘેંટાઓની સાથે જંગલોમાં તેમને પણ ચપ્પલ વગર ચાલવું પડતું હતું અને કોઇ ઘેંટું આડુ-અવડું ચાલી જાય તો તેમને ખૂબ માર પડતી હતી. બાળકોના કહેવા પ્રમાણે 20 બાળકો તેમના ગામમાંથી ગયા હતા, જેમાંથી હજી પણ 10 બાળકો રાજસ્થાનમાં શેઠીયાઓની કેદમાં છે.

પ્રશાસન જાગ્યું પણ લાચાર
પંચની સક્રિયતા બાદ હવે જિલ્લા પ્રશાસન સફાળુ જાગ્યું છે. ઉતાવળે તેણે સહરિયા જાતિના લોકોને રાશન કાર્ડ અપાવીને રાશન વિતરીત કરવામાં આવી છે, અને ખેડૂતોને રાહત રાશિના ચેક પણ આપવામાં આવ્યા.

આવી પરિસ્થિતી માટે કોણ જવાબદાર
ખાસ વાત એ છે કે મુખ્ય વિકાસ અધિકારી જગદીશ પ્રસાદ પોતે સ્વીકારી રહ્યા છે કે વિસ્તારમાં કોઇ વિકાસ નથી. બે મહિના પહેલા કરા પડવા અને બિન મોસમી વરસાદ પડવાને તેઓ મુખ્ય કારણ બતાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે શ્રમ પ્રવર્તન વિભાગને વ્યાપારિયોના શકંજામાંથી ફંસાયેલા બાળોકોને પરત લાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

ભૂખથી કોઇ મરતું નથી
સવાલ એ થાય છે કે જો સરકાર મુઝફ્ફરનગરમાં રમખાણ પીડિતોના શિબિરોમાં બાળકોની ઠંડીના કારણે મોતના સમાચારને ગંભીરતાથી ના લઇને તેને વિરોધીઓનો દુષ્પ્રચાર ગણાવી પોતાના હાથ ઊંચા કરી લેતી હોય તો તેમને બુંદેલખંડની પરિસ્થિતિથી શું લેવાદેવા.