For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા ચૂંટણીમાં મોદીની જીતથી ચીન કેમ છે દુઃખી?

ચીની મીડિયા અનુસાર ભાજપને યુપી-ઉત્તરાખંડમાં મળેલ જીત ચીન માટે દુઃખદ સમાચાર છે. આ વિજય બાદ બવે ભારતનું વલણ બદલાઇ જશે એમ તેમનું માનવું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણી ના પરિણામો બાદ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંન્ને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ છવાયેલાં છે. યુપી અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલ પ્રચંડ બહુમતની અસર પાડોશી દેશ ચીન માં પણ જોવા મળી રહી છે. ચીનના મીડિયાએ ભાજપના આ વિજયને ચીન વિરુદ્ધ ગણાવતા લખ્યું છે કે, ભાજપની જીત બીજિંગ માટે સારા સમાચાર નથી. ચીનના સરકારી મીડિયા સંસ્થાન ગ્લોબલ ટાઇમ્સે ભાજપની જીતને ખરાબ સમાચાર ગણાવ્યા છે.

વર્ષ 2019માં પણ થશે મોદીનો વિજય

વર્ષ 2019માં પણ થશે મોદીનો વિજય

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની ન્યૂઝ એજન્સિ ગ્લોબલ ટાઇમ્સે પોતાના લેખમાં લખ્યું છે, ભાજપની જીત બાદ હવે બંન્ને દેશો વચ્ચે સમાધાન કે કરારો થવા વધુ મુશ્કેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના રાજકારણમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કઠોર વલણ હજુ વધારે કઠોર બનશે. આ સાથે તેમણે લખ્યું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ વિજયી થશે.

હવે ભારત સમાધાન નહીં કરે

હવે ભારત સમાધાન નહીં કરે

આંતરરાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની છબી સંપૂર્ણ રીતે બદલી નાંખી છે. જે દેશનું ક્યારેય કોઇ દેશને નુકસાન પહોંચાડવાનું વલણ નહોતું, તે ભારત દેશ હવે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સ્પષ્ટ અભિગમ દાખવતાં પોતાના હિતો સાધી રહ્યો છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યની ચૂંટણી પણ જીતશે તો ભારતનું વલણ અત્યાર કરતાં વધુ સખત બનશે અને પરિણામે અન્ય દેશો સાથે કરાર કે સમાધાન કરવામાં મુશ્કેલી નડશે.

મોદીએ ભારત-સિનો સીમા પર ઉજવી દિવાળી

મોદીએ ભારત-સિનો સીમા પર ઉજવી દિવાળી

આ અંગે ઉદાહરણ આપતાં ચીની મીડિયાએ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ભારતીય સેનાના જવાનો સાથે સિનો-ભારત પર દિવાળી ઉજવવા જાય છે. બીજિંગ અને દિલ્હી વચ્ચેની સીમાના વિવાદના મુદ્દે હજુ કોઇ સમાધાન નથી થયું, આમ છતાં વડાપ્રધાન મોદીએ સિનો-ભારત સીમા પર દીવાળી ઉજવી પોતાનું વલણ સાફ કરી દીધું છે.

ભારતનું શક્તિ સંતુલન

ભારતનું શક્તિ સંતુલન

ચીની મીડિયાએ પીએમ મોદીના સખત વલણ સાથે જ મોદીએ ચીન સાથે કરેલ કરારો અંગે પણ વાત કરી છે. તેમણે લખ્યું છે, મોદીએ ચીન સાથે ઘણા આપસી ડ્રાફ્ટ પણ સાઇન કર્યા છે, જેમાં શાંઘાઇ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય બનવું સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. એક તરફ પીએમ મોદીએ ચીન સાથે ડ્રાફ્ટ સાઇન કર્યા છે અને બીજી તરફ તેમણે અમેરિકા અને જાપાન સાથે રક્ષા કરારો પર પણ હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાને પોતાનો સહયોગ આપી પીએમ એશિયા-પેસિફિકમાં શક્તિ સંતુલન કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પીએમ મોદી દક્ષિણી ચીનની સમુદ્રી સીમા પર પણ અમેરિકાને સહયોગ આપી પોતાની ક્ષમતા દર્શાવી રહ્યાં છે.

અહીં વાંચો

અહીં વાંચો

UPમાં ભાજપની પ્રચંડ જીત અંગે શું કહ્યું ઇન્ટરનેશનલ મીડિયાએ?UPમાં ભાજપની પ્રચંડ જીત અંગે શું કહ્યું ઇન્ટરનેશનલ મીડિયાએ?

English summary
Chinese media says BJP win is not good for China. Chinese media says now BJP will not compromise in international spat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X