For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે નરેન્દ્ર મોદીને છે 5 આશાઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે પોતાની ભારત યાત્રા પર ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ પહોંચવાના છે. જિનપિંગની આ ભારત યાત્રા સાથે જ ફરી એકવાર લદ્દાખમાં ખૂસણખોરીના સમાચાર આવ્યા છે.

સ્પષ્ટ છે કે જિનપિંગના આ ભારત પ્રવાસ પર સીમા વિવાદનો મુદ્દો પણ ખૂબ મહત્વપૂર્ણ હશે. સૂત્રોનું માનીએ તો ભારત અને ચીન વચ્ચે આ મુદ્દાને લઇને એક ફ્લેગ મીટિંગ પણ થશે.

<strong>નરેન્દ્ર મોદીના આ ટોપ 10 ડાયલોગ સાંભળીને તમારી છાતી થઇ જશે '56 ઇંચ'ની</strong>નરેન્દ્ર મોદીના આ ટોપ 10 ડાયલોગ સાંભળીને તમારી છાતી થઇ જશે '56 ઇંચ'ની

આ પહેલાં અલગ જિનપિંગની સાથે ચીનના મોટા વેપારીઓનું એક ડેલીગેશન પણ ભારત આવી રહ્યું છે. એવામાં ભારતમાં રોકાણની ચીનની ઇચ્છાને પણ નજરઅંદાજ ન કરી શકાય.

એક નજર કરીએ તે પાંચ ખાસ વાતો પર જેના પર જિનપિંગના ભારત પ્રવાસ પર બધની નજરો ટકેલી હશે.

ઇંફ્રાસ્ટ્રક્ચર

ઇંફ્રાસ્ટ્રક્ચર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું દેશમાં વધુમાં વધુ સ્માર્ટ સિટી બનાવવાનું છે. તે ઇચ્છે છે કે દેશમાં એવા શહેર હોય જ્યાં હાઇ સ્પીડ ટ્રેનો અને મોર્ડન એરપોર્ટ્સ હોય. બિલકુલ તે પ્રમાણે જે પ્રમાણે ચીને પોતાના શહેરોને વિકસીત કર્યા છે. નરેન્દ્ર મોદીનું આ સપનું ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પુરૂ કરી શકે છે.

ઇંફ્રાસ્ટ્રક્ચર

ઇંફ્રાસ્ટ્રક્ચર

માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી અને જિનપિંગ ભારતમાં બુલેટ ટ્રેન દોદાવવા માટે એક ડીલ સાઇન કરી શકે છે. સાથે જ બંને દેશો વચ્ચે ભારતમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન અને એરપોર્ટના વિકાસ પર એક કરાર પણ થવાનો છે.

સીમા વિવાદ

સીમા વિવાદ

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ગત કેટલાક સમયથી એક મોટો મુદ્દો બની રહ્યો છે. ચીન દ્વારા વર્ષ 2013થી માંડીને અત્યાર સુધી 334 વખત ખૂસણખોરીનો પ્રયત્ન લદ્દાખના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યો છે. જિનપિંગની ભારત યાત્રા શરૂ થતાં પહેલાં બે વાર ખૂસણખોરીના સમાચાર લદ્દાખ ક્ષેત્રમાં આવ્યા છે.
આ બંને સમાચારોમાં જ્યાં ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ખૂસણઘોરી તો બીજી તરફ ચીનના નાગરિકો દ્વારા પણ નિર્માણ કાર્યમાં વિઘ્ન નાખવાની વાત સામે આવી છે.

 સીમા વિવાદ

સીમા વિવાદ

અમેરિકન સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જનરલ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધી સીમા વિવાદને દૂર કરવા માટે 17 તબક્કામાં વાતચીત થઇ છે પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી. જિનપિંગનો ભારત પ્રવાસ આ વાતચીત માટે એક સારું મંચ સાબિત થઇ શકે છે.

ચીનના 100 બિલિયન ડૉલર

ચીનના 100 બિલિયન ડૉલર

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સફળ જાપાન યાત્રાથી પરત આવ્યા છે. તેમની આ જાપાન યાત્રા દરમિયાન, જાપાને ભારતમાં 35 બિલિયન ડૉલરનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે.

ચીનના 100 બિલિયન ડૉલર

ચીનના 100 બિલિયન ડૉલર

જાપાન, આગામી પાંચ વર્ષોમાં આ રકમનું રોકાણ કરશે. ચીન અને જાપાનના સંબંધ જગજાહેર છે અને ચીન ક્યારેય પણ આ વાતને હજમ કરી ન શકે તેની નજરઅંદાજગીની સાથે જ ભારત અને જાપાન નજીક આવ્યા. એવામાં આશા છે કે ચીન જાપાન પાસે રોકાણના મુદ્દે ઘણું આગળ આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ચીન ભારતમાં અગલ પાંચ વર્ષોમાં 100 બિલિયન ડોલરની રકમનું રોકાણ કરવાની જાહેરાત કરી શકે છે.

ઇંડસ્ટ્રીયલ પાર્કની શરૂઆત

ઇંડસ્ટ્રીયલ પાર્કની શરૂઆત

ભારત અને ચીન બંને જ ભારતમાં ચાઇનીઝ કંપનીઓને ઇંડસ્ટ્રીયલ પાર્કોની સ્થાપનાની સાથે જ ચીની કંપનીઓના રોકાણ પર મંજૂરી વ્યક્ત કરી હતી. આ મંજૂરી ભારતના ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જૂનમાં થયેલા ચીનના પ્રવાસ બાદ સામે આવી હતી. વૉલ સ્ટ્રીટ જનરલનું માનીએ તો ભારતીય અધિકારીઓને પૂરી આશા છે કે ચીન, પાંચ બિલિયન ડૉલરની રકમના એક ઇંડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતમાં તો એક પાર્ક મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવા માટે હામી ભરી શકે છે. આ ઇંડસ્ટ્રીયલ પાર્કો બાદ ચીનની કંપનીઓ માટે ભારતમાં પોતાના ઉત્પાદોને વેચવા વધુ આસાન થઇ શકશે.

બદલાતા સંબંધો

બદલાતા સંબંધો

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આ ભારત પ્રવાસની સાથે જ વિશેષજ્ઞ એમપણ માની રહ્યાં છે કે બંને દેશોના સંબંધોને એક નવો વળાંક મળી શકે છે. જે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પણ તેમણે ચીનના રોકાણને રાજ્યમાં ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. ચીની રોકાણના લીધે નરેન્દ્ર મોદીની ગાઢતા ચીનની સાથે વધી ગઇ હતી. એક વડાપ્રધાનમંત્રી તરીકે જો નરેન્દ્ર મોદી ચીનને ભારતમાં વધુમાં વધુ રોકાણ માટે પ્રેરિત કરી શકે તો આ વડાપ્રધાનમંત્રી તરીકે તેમના માટે એક મોટી સફળતા હશે.

English summary
Chinese President Xi Jinping arrival brings hopes for India. Here are the five things could make Jinping visit a great success for India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X