For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાતે કપડા કાઢવાની ના પાડતી તો કપડા ફાડી દેતો ચિન્મયાનંદ, છાત્રાનો ખુલાસો

છાત્રા પાસેથી યૌન શોષણ મામલે જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદ વિશે એક મોટો ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

છાત્રા પાસેથી યૌન શોષણ મામલે જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદ વિશે એક મોટો ખુલાસો થયો છે. સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યુ કે પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે જ્યારે પણ તે કપડા કાઢવાની ના પાડી દેતી તો ચિન્મયાનંદ તેના કપડા બળજબરીથી ફાડી દેતો હતો. વળી, ચિન્મયાનંદની જામીન અરજીને શાહજહાંપુરની જિલ્લા અદાલતે ફગાવી દીધી છે. આ ઉપરાંત ખંડણી માંગવાની આરોપી પીડિત છાત્રાની પણ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. બંનેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જિલ્લા સત્ર ન્યાયાલયના શાસકીય વકીલ અનુજ કુમાર સિંહે જણાવ્યુ કે કોર્ટમાં ચિન્મયાનંદની જામીન અરજી પર સુનાવણી થઈ જેને જિલ્લા ન્યાયાધીશ રામબાબુ શર્માએ સાંભળી આ ઉપરાંત સ્વામી ચિન્મયાનંદ પાસેથી ખંડણી માંગવાની આરોપી પીડિતા છાત્રાની પણ જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી. શાસકીય વકીલે જણાવ્યુ કે સ્વામી ચિન્મયાનંદ તેમજ આરોપી પીડિત છાત્રા બંનની જામીન અરજીને જિલ્લા સત્ર ન્યાયાલયે ફગાવી દીધી છે.

વારંવાર આશ્રમમાં થતો હતો રેપ, ના પાડવા પર ફાડી દેતો કપડા

વારંવાર આશ્રમમાં થતો હતો રેપ, ના પાડવા પર ફાડી દેતો કપડા

કોર્ટમાં સુનાવણી દરમિયાન એસઆઈટીએ એ પણ જણાવ્યુ કે ચિન્મયાનંદના આશ્રમમાં સુરક્ષા ગાર્ડ સહિત ચાર લોકોએ તપાસમાં એ અંગેની પુષ્ટિ કરી છે કે છાત્રા ઘણીવાર દિવ્ય ધામ જતી હતી. પીડિતાના જણાવ્યા મુજબ તેની સાથે ત્યાં વારંવાર બળાત્કાર કરવામાં આવતો. તેની જોડે માલિશ કરવવામાં આવતી જેનો વીડિયો પણ શૂટ કરવામાં આવતો હતો. અનુજ કુમાર સિંહે જણાવ્યુ કે ફરિયાદકર્તાએ ઘણી વાર કહ્યુ કે તેનો ચિન્મયાનદ દ્વારા વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો. જ્યારે પણ પોતાને બચાવવાની કોશિશ કરતી તો ચિન્મયાનંદ તેના કપડા ફાડી દેતો હતો.

વારંવાર આશ્રમ કેમ બોલાવવામાં આવતી હતી છાત્રાને, સવાલોમાં ઘેરાયેલા છે આ પણ

વારંવાર આશ્રમ કેમ બોલાવવામાં આવતી હતી છાત્રાને, સવાલોમાં ઘેરાયેલા છે આ પણ

અનુજ કુમારે જણાવ્યુ કે પીડિતા એક છાત્રા હતી એવામાં તેને વારંવાર આશ્રમમાં બોલાવવી પણ સવાલ ઉભા કરે છે કારણકે આ તેના શૈક્ષણિક કાર્યો સાથે કોઈ સંબંધ નથી રાખતુ. આ તરફ પીડિત છાત્રાએ જેલમાં બંધ હોવા દરમિયાન જેલ અધિક્ષકના માધ્યમથી એક પ્રાર્થનાપત્ર સીજેએમની અદાલતમાં મોકલ્યો હતો. આમાં પીડિતાએ કહ્યુ હતુ કે તે પોતે હાજર રહીને પોતાની વાત અદાલતમાં રાખવા માંગે છે કારણકે તે એક વકીલ છે. આ અનુરોધને કોર્ટે એમ કહીને ફગાવી દીધુ કે કેસની તપાસ વિશેષ દળ એસઆઈટી કરી રહી છે અને અલાહાબાદ હાઈકોર્ટ આનુ ધ્યાન રાખી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Video: ડેબ્યુ ફિલ્મથી શાહરુખની દીકરી સુહાનાએ સૌને ચોંકાવ્યા, ટીઝરની થઈ જોરદાર પ્રશંસાઆ પણ વાંચોઃ Video: ડેબ્યુ ફિલ્મથી શાહરુખની દીકરી સુહાનાએ સૌને ચોંકાવ્યા, ટીઝરની થઈ જોરદાર પ્રશંસા

ચિન્મયાનંદના વકીલે કહ્યુ - મસાજ કરાવવુ કોઈ ગેરકાયદેસર નથી

ચિન્મયાનંદના વકીલે કહ્યુ - મસાજ કરાવવુ કોઈ ગેરકાયદેસર નથી

આ દરમિયાન ચિન્મયાનંદના વકીલ મનેન્દ્ર સિંહ ચૌહાણે પહેલા ષડયંત્ર રચવા અને પછી વીડિયો બનાવીને ચિન્મયાનંદને ફસાવવાની વાત કહી. તેમણે કહ્યુ કે ચિન્મયાનંદે દુરાચાર નથી કર્યો. તેમણે દાવો કર્યો કે કોઈ પણ વીડિયોમાં દુરાચાર કરતા નથી દેખાયા. તેમણે કહ્યુ કે ચિન્મયાનંદ મસાજ કરાવતા દેખાઈ રહ્યા છે, જે વીડિયોમાં તે દેખાઈ રહ્યા છે તે વીડિયો ફેક છે કારણકે લેબથી તેનો રિપોર્ટ આવ્યો નથી. તેમણે કહ્યુ કે જો ચિન્મયાનંદે મસાજ કરાવ્યો પણ હોય તો તેમણે કોઈ નૈતિક ગુનો કર્યો છે, તે ગેર કાયદેસર નથી.

છાત્રાએ વીડિયો બનાવવા માટે ઑનલાઈન ચશ્મા મંગાવ્યા હતા

છાત્રાએ વીડિયો બનાવવા માટે ઑનલાઈન ચશ્મા મંગાવ્યા હતા

અનુજ કુમાર સિંહે કોર્ટને જણાવ્યુ કે છોકરીએ કહ્યુ કે ચિન્મયાનંદે નહાતી વખતે વીડિયો બનાવ્યો તેને બતાવીને જ તે તેને બ્લેકમેલ કરતો હતો. પહેલા માલિશ કરાવતો હતો પછી તે દુરાચાર કરતો હતો. માર્ચ 2019 સુધી તેમણે આવુ કર્યુ. જ્યારે તે થાકી ગઈ તો તેણે ઑનલાઈન ચશ્મા મંગાવ્યા અને વીડિયો બનાવ્યા. છોકરીએ એ પણ જણાવ્યુ કે એક પણ વીડિયો એવો નથી જેમાં દુરાચાર કર્યો હોય, અંધારુ હોવાના કારણે એવો વીડિયો સંભવ ન બન્યો.

English summary
According to the law student's statement, the former minister Chinmayanand used to tear her clothes whenever she refused to remove them on her own.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X