ચોપર ડીલ: પૂર્વ એરચીફ સહિત 12 લોકો સામે કેસ દાખલ

સૂત્રોના જણાવ્યા અનુસાર આ એફઆઇઆરમાં 4 ફર્મ અને 12 લોકોની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઇ દિલ્હી, ગુડગાંવ અને ચંદીગઢ સહિત 14 ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં મોટા નામોને પણ પૂછપરછ માટે બોલાવાય તેવી શક્યતા છે. આજના દરોડામાં દસ્તાવેજ મળ્યા બાદ સીબીઆઇ આગળની કાર્યવાહી નક્કી કરશે.
સીબીઆઇએ અત્યાર સુધી જે પૂછપરછ કરી છે તેમાં આરોપિઓના મારફતે કેટલાક પુરાવા મળ્યા છે. આજે સીબીઆઇને કોઇ દસ્તાવેજ કે પુરાવા હાથ લાગે છે અને તેના આધારે આરોપીઓને પૂછપરછ માટે બોલાવશે. સાથે જ આ લોકોના પાસ પોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
