For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારનો નવો આદેશ, કોરોના ગાઈડલાઈન્સનુ કર્યુ ઉલ્લંઘન તો સીલ થશે હોટલ અને થિયેટર

મોટી સંખ્યામાં આવી રહેલા કોરોના કેસોનો જોતા રાજ્ય સરકારે કડક દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના કેસોએ રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. મોટી સંખ્યામાં આવી રહેલા કોરોના કેસોનો જોતા રાજ્ય સરકારે કડક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર સરકારે એક આદેશમાં કહ્યુ છે કે જે પણ થિયેટર/હોટલ/રેસ્ટોરાં કોરોના ગાઈડલાઈન્સનુ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા તેમને સીલ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજે મહારાષ્ટ્રમાં કોરોનાના 15051 નવા કેસ આવ્યા છે અને 48 લોકોના મોત થયા છે.

જાહેર કરાઈ નવી ગાઈડલાઈન

જાહેર કરાઈ નવી ગાઈડલાઈન

મહારાષ્ટ્ર સરકાર તરફથી લાગુ નવી ગાઈડલાઈન મુજબ કોરોના સાથે સંબંધિત નિયમોનુ ઉલ્લંઘન કરનાર સિનેમા હૉલ/હોટલ/રેસ્ટોરાં ત્યાં સુધી બંધ રાખવામાં આવશે જ્યાં સુધી એક વાર ફરીથી કોવિડ 19 મહામારી કેન્દ્રીય સરકાર દ્વારા આફત તરીકે અધિસૂચિત કરવામાં ન આવે. નવી ગાઈડલાઈન્સ મુજબ રાજ્યના બધા મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરાં અને હોટલોમાં માત્ર 50 ટકા ક્ષમતા સુધી જ લોકોની અનુમતિ હશે. મહારાષ્ટ્રના બધા મૉલ્સમાં લોકોને માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટંસીંગને લાગુ કરવા માટે પૂરતી ક્ષમતામાં લોકોને તૈનાત કરવાના રહેશે.

રેસ્ટોરાં, મલ્ટીપ્લેક્સ, મૉલ્સ સામે કડક કાર્યવાહી

રેસ્ટોરાં, મલ્ટીપ્લેક્સ, મૉલ્સ સામે કડક કાર્યવાહી

જો તમે આ નવી ગાઈડલાઈન્સ ફૉલો કરવામાં કોઈ બદરકારી રાખતા દેખાશો તો આવા મલ્ટીપ્લેક્સ, મૉલ્સ સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. લગ્નમાં 50થી વધુ મહેમાન શામેલ થઈ શકશે નહિ. વળી, બધા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક સમારંભો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગાઈડલાઈન અનુસાર અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને શામેલ થવાની અનુમતિ આપવામાં આવશે નહિ.

મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો

મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15051 નવા કેસ સામે આવ્યા છે. 10671 લોકો ડિસ્ચાર્જ થયા અને 48 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસ 23,29,464 થઈ ગયા છે. કુલ ડિસ્ચાર્જ કેસ 21,44,743 છે. સક્રિય કેસ 1,30,547 છે. કોરોનાથી અત્યાર સુધી 52,909 લોકોના જીવ જઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીના કારણે 48 લોકોના મોત નોંધવામાં આવ્યા જે બાદ મોતનો આંકડો વધીને 52,861 સુધી પહોંચી ગયો છે.

જર્મની, ફ્રાંસ, ઈટલીએ લગાવી એસ્ટ્રાજેનેકા વેક્સીન પર રોકજર્મની, ફ્રાંસ, ઈટલીએ લગાવી એસ્ટ્રાજેનેકા વેક્સીન પર રોક

English summary
Cinema halls/restaurants found violating Corona guidelines will be sealed: Maharashtra government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X