મુઝફ્ફરનગર મુદ્દે યુપી વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે ટપાટપી
લખનૌ, 20 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશમાં 47 લોકોનો ભોગ લેનાર અને આશરે 40,000 લોકોને બેઘર બનાવીને રાહત છાવણીઓમાં રહેવાની ફરજ પાડનાર મુઝફ્ફરનગરના કોમી રમખાણોના મામલે રાજકીય આક્ષેપપ્રતિઆક્ષેપને પગલે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આજે ઘાંધલ ધમાલ મચી ગઇ હતી.
આજે શાસક સમાજવાદી પાર્ટી અને વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ છે. રાજ્યના એક પ્રધાને ભાજપના એક વિધાનસભ્યને ‘શટ અપ' કહ્યા તે પછી બંને પાર્ટીના સભ્યો બાથંબાથી પર આવી ગયા હતા. રાજ્યનાં પ્રધાન અંબિકા ચૌધરીએ મુઝફ્ફરનગરના રમખાણો અંગે ગૃહમાં ચાલી રહેલી એક ચર્ચા દરમિયાન ભાજપના સભ્ય ઉપેન્દ્ર તિવારીને ‘શટ અપ' કહ્યા બાદ બંને પાર્ટીના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

ભાજપના તમામ સભ્યો વિરોધ દર્શાવવા સ્પીકરના મંચ સુધી ધસી ગયા હતા. ત્યારપછી થોડીક જ મિનિટોમાં સભ્યોએ ટપલી દાવ રમ્યા બાદ ઝપાઝપી પર ઉતરી પડ્યા હતા. સમાજવાદી પાર્ટીના બે પ્રધાનપવન પાંડે અને વિનોદ સિંઘ પંડિતે ભાજપના બે સભ્યોને ધક્કા માર્યા હતા. ભાજપના સભ્યો અંબિકા ચૌધરી માફી માગે એવી માગણી કરતા હતા.
ગૃહમાં ભાજપનું નેતૃત્વ સંભાળતા હુકુમ સિંહ અને રાજ્યના સ્પોર્ટ્સ પ્રધાન નારદ રાય વચ્ચ મારામારી થઈ હતી. હુકૂમ સિંહ પર આરોપ છે કે તેમણે મુઝફ્ફરનગરમાં કથિતપણે કરેલા કોમી ભાષણને પગલે રમખાણો ફાટી નીકળ્યા હતા.












Click it and Unblock the Notifications
