For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ યાદવે સુસ્ત પોલીસ અધિકારીઓને આપી ચેતાવણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

akilesh-yadav-warn
લખનઉ, 16 ઑક્ટોબર: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જાતે સ્વિકાર્યું છે કે તેમના અધિકારીઓ ઘણા સુસ્ત છે. તેમને સુસ્ત અધિકારીઓને આમ ન કરવા માટે આદેશ આપ્યો હતો. તેમને કહ્યું હતું કે જો તેમને સુસ્ત વલણ બદલશે નહી તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અખિલેશ યાદવે કહ્યું હતું કે થોડા દિવસોથી રાજ્યમાં બનતી ગુન્હાહિત ઘટનાઓમાં પોલીસ અને વહિવટી તંત્ર ઘટનાસ્થળે મોડું પહોંચે છે તે ખોટું કહેવાય.

અખિલેશ યાદવે એ પણ જણાવ્યું હતું કે અધિકારીના વલણથી તેઓ પરેશાન થઇ ગયા હતા. તેમને લાગે છે કે અધિકારી સરકારી આદેશોની અવગણના કરવા લાગ્યાં છે. જો અધિકારીઓ ઢીલી નિતી અથવા લાપરવાહી દાખવતાં જોવા મળશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ પ્રદેશમાં શાંતિ, અમન અને સાંપ્રદાયિકતા બનાવી રાખવા તેમજ કાનૂન-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે પોતાની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા કહી હતી. અખિલેશ યાદવે કહ્યું હતું કે અધિકારી પોતાની લાપરવાહીને કારણે સરકારની છાપને ખરાબ કરવાનો પ્રયત્ન કરશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમને કહ્યું હતું કે કાનૂન-વ્યવસ્થા સાથે જે રમત કરશે તેને કોઇ પણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહી. અખિલેશ યાદવે કહ્યું હતું કે થોડા દિવસોમાં બનેલી કેટલીક ઘટનામાં પોલીસ અધિકારીઓ સમયસર પહોંચ્યાં ન હતા જેના લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અધિકારી આ અંગે વિશેષ ધ્યાન રાખે કે ભવિષ્યમાં આ પ્રકારની લાપરવાહીનું પુનરાવર્તન ન થાય. કેટલાક અધિકારીઓ સુસ્ત છે તેમને જલ્દી જ સુસ્તી તોડવી પડશે નહીંતર તેમને ગંભીર પરિણામનો સામનો કરવો પડશે. કોઇપણ અઇચ્છનિય ઘટના બને તે સમયે વહિવટી અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચીને સ્થિતી પર કાબૂ મેળવવો તે એમની જવાબદારી છે અને આવા સમયે સમજી વિચારીને પોતાની નેતૃત્વની ક્ષમતાનો પરિચય આપવો પડશે.

English summary
Uttar Pradesh Chief Minister Akhilesh Singh Yadav warns police officers to be active to prevent crimes otherwise I will take hard decisions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X