For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયામાં સૌથી વધુ કોરોના ટેસ્ટ દિલ્લીમાં, અમે આપ્યો હોમ આઈસોલેશનનો આઈડિયાઃ કેજરીવાલ

દિલ્લી વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન સોમવારે કોરોના પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શું બોલ્યા તે વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન સોમવારે કોરોના પર ચર્ચા દરમિયાન બોલતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ફેબ્રુઆરી અને માર્ચમાં દેશમાં કોરોના શરૂ થયો હતો, કોઈ રાજ્યાં એક કેસ હતો કોઈ રાજ્યમાં બે કેસ હતા. કોરોના પોતાના દેશમાં જ થયો જ નથી, બહારથી આવ્યો છે. એ વખતે જે-જે દેશોમાં કોરોના ખૂબ જ વધુ થઈ ગયો હતો જેવા કે ઈટલી અને લંડન જેવા દેશોમાં કોરોના ખૂબ જ વધુ થઈ ગયો હતો. ત્યાં રહેનાર ભારતીયોએ ભારત સરકારને કહ્યુ કે અમે અમારા દેશમાં આવવા ઈચ્છીએ છીએ. ભારત સરકારે નિર્ણય લીધો કે સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરીને એ દેશોમાં જ્યાં કોરોના વધુ છે અને જે ભારતીય આવવા ઈચ્છે છે તેમને પાછા લાવવામાં આવે.

દિલ્લીએ ધીમેધીમે કોરોના પર ઘણી હદ સુધી કાબુ મેળવ્યો

દિલ્લીએ ધીમેધીમે કોરોના પર ઘણી હદ સુધી કાબુ મેળવ્યો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સારી વાત છે. દિલ્લી દેશની રાજધાની છે, તો જેટલી પણ ફ્લાઈટ બહારથી આવી, તેની 80થી 90 ટકા ફ્લાઈટ દિલ્લીમાં ઉતરી છે અને એ દિવસોમાં કોરોના નવો નવો હતો. કોઈને આના વિશે વધુ માહિતી નહોતી. ત્યાં સુધી કોઈ પ્રોટોકૉલ નહોતા, કોઈ આઈસીએમઆરની ગાઈડલાઈન નહોતી, કોઈ ક્વૉરંટાઈન અને આઈસોલેશન નહોતુ. 22 માર્ચનો એક લેટર છે, જે અમારા હેલ્થ સેક્રેટરીએ બધાને મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યુ છે કે છેલ્લા એક મહિનામાં 32000 યાત્રી બહારથી આવ્યા છે અને તે 32 હજાર યાત્રી બહારથી આવીને દિલ્લીના ખૂણેખૂણામાં ફેલાઈ ગયા છે. તેમને ચિહ્નિત કરાવો. ત્યાં સુધી 18 માર્ચ આસપાસ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી હતી કે જે લોકો બહારથી આવી રહ્યા છે તેમને ક્વૉરંટાઈન કરવામાં આવે. આ 32 હજાર લોકોને ચિહ્નિત કરવા લગભગ અશક્ય વાત હતી. આ 32 હજાર લોકો એ દેશોમાંથી આવ્યા હતા જ્યાં બહુ જ વધુ કોરોના છે. આનાથી આપણે અંદાજો લગાવી શકીએ કે આમાંથી કેટલા બધા લોકો પહેલેથી જ કોરોનાથી સંક્રમિત હશે. દિલ્લીએ ઝીરોથી શરૂ નથી કર્યુ. દિલ્લીમાં 5 હજાર, 6 હજાર કેસથી શરૂ કર્યુ. ત્યારબાદ લૉકડાઉન થઈ ગયુ. કોરોના એ સમયે નવોનવો હતો. મને યાદ છે કે એ દરમિયાન કોઈ કિટ, કોઈ પીપીઈ કિટ, કોઈ ટેસ્ટિંગ કિટ નહોતી. કોઈ ટેસ્ટ નહોતા થતા. બહારથી આવેલા લોકો ચારે તરફ ફેલાઈ ગયા અને એ લોકોએ કેટલા લોકોમાં કોરોના ફેલાવ્યો હશે એનો અંદાજો લગાવી શકાય છે. દિલ્લીએ ધીમેધીમે કોરોના પર ઘણી હદ સુધી કાબુ મેળવ્યો. હું એમ નથી કહી રહ્યો કે કોરોના 100 ટકા નિયંત્રણમાં છે.

કોરોનાને નિયંત્રિત કરવાનુ એકમાત્ર કારણ છે ટીમ વર્ક

કોરોનાને નિયંત્રિત કરવાનુ એકમાત્ર કારણ છે ટીમ વર્ક

અરવિંદ કેજરીવાલે કહ્યુ, દિલ્લીમાં કોરોનાને નિયંત્રિત કરવાનુ એકમાત્ર કારણ છે ટીમ વર્ક. અમે જલ્દી અનુભવી લીધુ કે આટલી મોટી મહામારી છે કે એકલાના વશની વાત નથી. જો દિલ્લી સરકાર એ અહંકારમાં હોતી કે અમે કરીશુ અને અમે એકલા કરીશુ, તો કોરોના કંટ્રોલમાં થવાનો નહોતો. અમે બધાની મદદ લીધી. અમે કેન્દ્ર સરકારની મદદ લીધી અને આજે સંસદના માધ્યમથી કેન્દ્ર સરકારનો આભાર માનવા માંગુ છુ કે શરૂઆતમાં અમારી પાસે પીપીઈ કિટ નહોતી, તેમણે અમને આપી. અમને ઑક્સિજન સિલિન્ડર આપ્યા. જ્યારે જ્યારે અમે તેમની મદદ માંગી, તેમણે અમારી મદદ કરી. સમાજે પણ બહુ મદદ કરી છે, એકલી કોઈ સરકાર નથી કરી શકતી. અમે કહી દઈએ કે દિલ્લી સરકારે કરી દીધુ તો ખોટુ બોલી રહી છે દિલ્લી સરકાર. કેન્દ્ર સરકારે કહી દીધુ કે અમે કર્યુ તો ખોટુ બોલી રહી છે કેન્દ્ર સરકાર. દિલ્લીના બે કરોડ લોકોએ મળીને જે રીતે આ આખી મહામારી દરમિયાન મદદ કરી છે. સમાજસેવી સંસ્થાઓ, ડૉક્ટરોની સંસ્થાઓ, બધાએ મદદ કરી છે. સ્ટેપ વન કરીને એક એનજીઓ છે, તેમણે અમારી પાસેથી પૈસા ન લીધા. અક્ષરધામ, રાધાસ્વામી સત્સંગ, જૈન ધર્મશાળા સહિત બધા લોકોએ મદદ કરી, ત્યારે આ પરિણામ આવ્યુ.

અમારી એક કમજોરી છે, અમને રાજનીતિ કરતા નથી આવડતુ

અમારી એક કમજોરી છે, અમને રાજનીતિ કરતા નથી આવડતુ

કેજરીવાલે કહ્યુ, અમારી એક કમજોરી છે, અમને રાજનીતિ કરતા નથી આવડતુ અને આ કમજોરી અત્યારે સૌથી મોટી તાકાત બની ગઈ છે. કોઈ કહેતુ હતુ કે કેજરીવાલ ખોટુ બોલી રહ્યા છે. તેણે દિલ્લીને ઠીક કરી દીધુ. અમે કહેતા હતા કે હા તેણે ઠીક કરી દીધુ. મે બધાને કહ્યુ કે બધી ક્રેડિટ સૌની અને બધી જવાબદારી મારી. દિલ્લીના લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે અને જો દિલ્લીમાં ક્યાંય પણ કોઈ પ્રકારની મુસીબત આવે તો તેની જવાબદારી મારી છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં 3 હજાર ટેસ્ટ પ્રતિ મિલિયન થઈ રહ્યા છે, તો ઈંગ્લેન્ડમાં પણ 3000 હજાર થઈ રહ્યા છે. ટેસ્ટ બાબતે ઈંગ્લેન્ડ દિલ્લી સાથે છે. અમેરિકામાં 1300 ટેસ્ટ પ્રતિ મિલિયન, રશિયામાં 2311 ટેસ્ટ પ્રતિ મિલિયન, પેરુમાં 858 ટેસ્ટ પ્રતિ મિલિયન થઈ રહ્યા છે. આ રીતે આખી પૃથ્વીની અંદર સૌથી વધુ તમારા દિલ્લીની અંદર થઈ રહ્યા છે. અત્યાર સુધી અમે 21 લાખ લોકોની તપાસ કરી ચૂક્યા છે. દિલ્લીની વસ્તીના 11 ટકા ટેસ્ટ કરી ચૂક્યા છે. આખી દુનિયામાં કોઈ દેશ નથી, શહેર નથી જેણે પોતાની આખી જનસંખ્યાના 10 ટકા ટેસ્ટ કરી લીધા હોય. હું એમ નથી કહેતો કે દિલ્લીમાં કોરોનાનુ બધુ મેનેજમેન્ટ 100 ટકા યોગ્ય થઈ રહ્યુ છે. અમારી ભૂલો પણ હોઈ શકે છે. એ બધી ભૂલોને આપણે સૌએ મળીને ઠીક કરવાની છે. તમે લોકોએ ચૂંટીને મોકલ્યા છે. જો દિલ્લીમાં કોઈ અમારી ભૂલ દેખાય તો, તમે અમને ફોન કરો, અમે તેને ઠીક કરીશુ.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ ટેસ્ટ વધુ કરવા કેમ જરૂરી છે?

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ ટેસ્ટ વધુ કરવા કેમ જરૂરી છે?

સીએમ કેજરીવાલે જણાવ્યુ કે આ ટેસ્ટ વધુ કરવા એટલા પણ જરૂરી છે કારણકે સિરો સર્વેમાં સામે આવ્યુ કે 60 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈને રિકવર થઈ ચૂક્યા છે. આનો અર્થ જેટલા પણ ટેસ્ટ કરી લો, ઓછા જ પડશે. આપણુ ચાલે તો એક જ દિવસમાં બે કરોડ લોકોની તપાસ કરીને તેમને આઈસોલેટ કરી દઈએ અને કોરોના ખતમ થઈ જશે પરંતુ આટલી ક્ષમતા નથી. અમે જેટલા ટેસ્ટ વધારીશુ, એટલા જ નંબર વધુ આવશે પરંતુ આપણે ગભરાવાનુ નથી, આપણે મોતથી ગભરાવાનુ છે. જો મોત વધુ થતા હોય તો ગભરાવાની જરૂર છે. અમે ખૂબ મહેનત કરીને 1-1 હોસ્પિટને માઈક્રો ઑડિટ કરાવી છે અને આજે દિલ્લીમાં મોતનો દર 0.68 ટકા છે જે મને લાગે છે કે આખી દુનિયામાં સૌથી ઓછા મોતનો દર છે. પહેલી વાત, આજે આખી દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. બીજુ, આખી દુનિયામાં હોમ આઈસોલેશનનો વિચાર દિલ્લીની અંદર આવ્યો. કોઈને ખબર નહોતી કે કોરોનાને કઈ રીતે મેેનેજ કરવાનો છે, કોરોના કેવો વ્યવહાર કરે છે. અમે ઈન્ટરનેટ પર ખૂબ જ સ્ટડી કરતા હતા. યુરોપ, ઈટલી, સ્પેનમાં સાંભળતા હતા કે બધી હોસ્પિટલો ભરાઈ ગઈ. ગંભીર દર્દીઓ રસ્તામાં પડ્યા છે. અમે વિચાર્યુ, જ્યારે ત્યાં આવી સ્થિતિ છે તો આપણા દેશમાં ફેલાશે તો શું હાલ થશે. જ્યારે અમે સ્ટડી કર્યો તો જાણવા મળ્યુ કે જે પૉઝિટીવ આવે તેને હોસ્પિટલમાં ભરતી કરી દઈએ છે. આ તો મહામારી છે લોકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે, આટલા બેડ તો કોઈ પણ દેશમાં ન હોય. ભલે તે ગમે તેટલો વિકસિત દેશ કેમ ન હોય. ત્યારે અમે લોકોએ વિચાર્યુ કે અમે આને બે ભાગમાં વહેંચીશુ, જે લોકો એસિંપ્ટોમેટિક અને જેમાં કોઈ લક્ષણ નથી તેમને હોસ્પિટલની શું જરૂર છે? તો અમે નક્કી કર્યુ કે એસિંપ્ટોમેટિક અને માઈલ્ડ સિમ્ટોમેટિકવાળાની વ્યવસ્થા ઘરમાં જ હોવી જોઈએ. તેનાથી બે ફાયદા થયા. પહેલો એ કે પહેલા લોકો ટેસ્ટ કરાવવામાં ખચકાતા હતા, તેમને ડર હતો કે પૉઝિટીવ આવ્યા તો સરકાર તેમને ઉઠાવીને ક્વૉરંટાઈન સેન્ટરમાં નાખી દેશે. માટ લોકો ટેસ્ટ નહોતા કરાવતા. હોસ્પિટલમાં લોકો આટલી સારી વ્યવસ્થા નહી કરે જેટલી લોકો ઘરમાં કરી લેશે. ડૉક્ટર રોજ ફોન કરે છે તેને પૂછે છે કે તમે ઠીક છો, ટેમ્પરેચર કેટલુ છે અને તેમને ઑક્સિમીટર આપવામાં આવ્યા.

અમે કોરોના વૉરિયર્સને વિશ્વાસ આપ્યો કે સરકાર તમારી સાથે છે

અમે કોરોના વૉરિયર્સને વિશ્વાસ આપ્યો કે સરકાર તમારી સાથે છે

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અત્યાર સુધી 1,15,254 લોકોના અમે લોકો ઘરે ઈલાજ કરી ચૂક્યા છે. આમાંથી 16568 લોકો હજુ પણ હોમ આઈસોલેશનમાં છે અને 96288 લોકો રિકવર થઈ ચૂક્યા છે. 115254માંથી માત્ર 30 લોકોના મોત થયા છે. સવા લાખ લોકોમાંથી માત્ર 30 લોકોના હોમ આઈસોલેશનમાં મોત થયા છે જે 0.03 ટકા છે. કદાચ આખી દુનિયામાં આટલો ઓછો મોતનો દર ક્યાંય નહિ હોય. હવે આ હોમ આઈસોલેશન પ્રોગ્રામની આખી દુનિયાની અંદ ચર્ચા થઈ રહી છે. કોરિયાના એમ્બેસેડરે કહ્યુ કે દિલ્લીનુ હોમ આઈસોલેશન આખી દુનિયા માટે સ્ટડી કરવા માટે છે. અમે કોરોના વૉરિયર્સને એક વિશ્વાસ આપ્યો. અમે કહ્યુ કે બધી સરકાર તમારી સાથે ઉભી છે, આખો દેશ તમારી સાથે ઉભો છે. તમે મહેનત કરી રહ્યા છો, અમે તમારી મહેનતને સલામ કરીએ છીએ, તમે લોકો જીવનને સંકટમાં નાખી રહ્યા છો, અમે તેને સલામ કરીએ છીએ. જો ભગવાન ન કરે અને કાલે તમને કંઈ થઈ ગયુ તો તમને એક કરોડ રૂપિયાની સહાયતા રકમ સરકાર આપશે. જ્યારે અમે આ ઘોષણા કરી ત્યારે ડૉક્ટર અને નર્સોમાં વિશ્વાસ આવ્યો કે સરકાર અમારી સાથે છે, તેમને લાગ્યુ કે ભગવાન ન કરે અને કંઈ થઈ જાય તો સરકાર અમારી સાથે છે. મને નથી લાગતુ કે આખી દુનિયામાં કોઈ પણ દેશ કે કોઈ પણ રાજ્યએ આવુ કર્યુ હોય.

મને ખુશી છે કે આખા દેશના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો

મને ખુશી છે કે આખા દેશના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એપ્રિલ અને મે મહિનામાં અમે પ્લાઝમા થેરેપીના ટ્રાયલ ચાલુ કર્યા હતા. અમે વાંચ્યુ હતુ કે આ પહેલા માત્ર ચીનમાં જ પ્લાઝમા થેરેપીની ટ્રાયલ કરી હતી. ત્યારે અમે લોકોએ આની ચર્ચા કરી અને અમે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી. અમને ફેઝ-એક, ફેઝ-બે અને ફેઝ-ત્રણની મંજૂરી મળી. અમે એપ્રિલ તેમજ મેમાં ટ્રાયલ કર્યા. અમને ખૂબ ખુશી છે કે 2 જુલાઈ 2020ના રોજ દુનિયાની પહેલી પ્લાઝમા બેંક આઈએલબીએસ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી. ત્યારબાદ બીજી પ્લાઝમા બેંક એલએનજેપીમાં શરૂ કરવામાં આવી. અમને ખૂબ જ ખુશી છે કે અમે જે કામ એપ્રિલ, મે, જૂન, જુલાઈમાં શરૂ કર્યુ હતુ, 19 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એલાન કર્યુ કે અમેરિકામાં પણ પ્લાઝ્મા લાગુ કરશે. અત્યાર સુધી દિલ્લામાં 1965 લોકોના જીવ પ્લાઝ્મા થેેરેપી આપીને બચાવી શકાયા છે. સીએમ કેજરીવાલે કહ્યુ કે મને ખુશી છે કે આખા દેશના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો છે. આજે આખા દેશના લોકોને ભરોસો છે તો દિલ્લીની હોસ્પિટલો પર ભરોસો છે. આખા દેશમાં સરકારી હોસ્પિટલોમાં પણ અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ લોકો આવી રહ્યા છે. રાજસ્થાનથી લોકો આવી રહ્યા છે, મધ્ય પ્રદેશથી, બિહારથી, ઉત્તર પ્રદેશથી લોકો આવી રહ્યા છે. પંજાબથી આવી રહ્યા છે. 26 જુલાઈ બાદનો ડેટા અમારી પાસે છે. અત્યાર સુધી 5264 દિલ્લી બહારના દર્દીઓનો ઈલાજ કરી ચૂક્યા છે. દિલ્લીને એ વાતનો ગર્વ છે કે અમે લોકો પોતાના દેશવાસીઓની એ સમયે સેવા કરી રહ્યા છે. હું એ પણ આશા રાખુ છુ કે આ મહામારી આપણને લોકોને સીખ આપશે.

રાજનીતિ એક બાજુ મૂકીને બધાએ મળીને સંગઠિત થઈને માનવતા માટે કામ કરવાનુ છે

રાજનીતિ એક બાજુ મૂકીને બધાએ મળીને સંગઠિત થઈને માનવતા માટે કામ કરવાનુ છે

આજે દિલ્લીમાં કોરોનાએ એટલી જલ્દી ટર્નઅરાઉન્ડ કર્યુ કારણકે અમે દિલ્લીમાં પાંચ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે આટલુ રોકાણ કર્યુ હતુ. કોરોના મહામારી એક વિશેષ રીતનો ઈલાજ માંગે છે. જેમ એલએનજીપી હોસ્પિટલમાં હાર્ટ અને ન્યૂરો વગેરેનો ઈલાજ થાય છે. અલગ અલગ વિભાગ છે પરંતુ કોરોનામાં માત્ર ઑક્સિજન જોઈએ. બધા વિભાગોને ખતમ કરીને બધા બેડને ઑક્સિજન બેડમાં બદલવા પડ્યા. બધા આઈસીયુને ખતમ કરીને માત્ર કોરોના માટે બદલવા પડ્યા. એ બદલવાનુ એટલા માટે સંભવ બની શક્યુ કારણકે આપણી પાસે બેઝિક ઈન્ફ્રાસ્ટક્ચર હાજર હતુ. આજે હું આશા રાખુ છુ કે કોરોના મહામારીમાંથી સીખ લઈને જેમ દિલ્લીએ 5 વર્ષમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલુ રોકાણ કર્યુ છે બાકીના દેશની રાજ્ય સરકારો પણ પોતાના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરશે જેથી તેમના લોકોને પોતાનો ઈલાજ કરાવવા માટે દિલ્લી આટલી દૂર આવવાની જરૂર ન પડે. કેજરીવાલે કહ્યુ કે કોોરના બહુ મોટી મહામારી છે. આની સાથે એકલી સરકાર ન લડી શકે. આખા સમાજે સાથે આવવુ પડે. આમ આદમી પાર્ટી માત્ર ચૂંટણી લડવા માટે નથી બની, માત્ર સત્તા માટે નથી બની, દેશ માટે બની હતી. આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાના શ્વાસ દેશ માટે છે, દેશ માટે સમર્પિત છે. મે બધા કાર્યકર્તાઓને કહ્યુ છે કે આ સમયે ડરો નહિ, પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળો. અત્યારે સમય એકબીજા પર આરોપ લગાવવાનો નથી. કેન્દ્ર સરકાર, બધી રાજ્ય સરકારો કામ કરી રહી છે, કોઈની ટીકા કરવાનો સમય નથી. ઑક્સિમીટર લઈ લો અને ઘરે જઈને તપાસ કરો. આમ આદમી પાર્ટી કાર્યકર્તા ઑક્સિમીટર લઈને ઘરે ઘરે જઈ રહ્યા છે. જે સ્તરે ઑક્સિમીટરનુ અભિયાન ચાલી રહ્યુ છે, આમ આદમી પાર્ટીનુ નામ ગિનિસ પુક ઑફ રેકોર્ડમાં આવવુ જોઈએ. આટલા મોટા પાયે આ પૃથ્વી પર ઑક્સિમીટરની કેમ્પેઈન કોઈએ નહિ કર્યુ હોય. આ સમય મોટી મુસીબતનો સમયછે. માનવ જાતીના ઈતિહાસમાં આટલી મોટી મહામારી ક્યારેય નથી આવી, બસ એક જ વસ્તુ આપણે ધ્યાન રાખવાી છે કે અત્યારે રાજનીતિ એક બાજુ મૂકીને બધાએ મળીને સંગઠિત થઈને માનવતા માટે કામ કરવાનુ છે. પોતાનો બધો અહંકાર ભૂલીને બધાએ મળીને કામ કરવાનુ છે.

જયા બચ્ચનના હુમલા પર કંગનાનો જવાબ - અભિષેક લટકતા મળતા તો...જયા બચ્ચનના હુમલા પર કંગનાનો જવાબ - અભિષેક લટકતા મળતા તો...

English summary
CM Arvind Kejriwal speech in delhi Assembly over coronavirus situation in capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X