For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'

અશોક ગહેલોતે સચિન પાયલટ વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનની રાજકારણમાં અત્યારે ભૂકંપ આવી રહ્યો છે. પાયલટ જૂથના હાઈકોર્ટ જવાથી લઈને ઑડિયો ટેપ સુધી રોજ રાજકીય ઉથલપાથલના નવા નવા આંકડા દેખાઈ રહ્યા છે. વળી, આ દરમિયાન પાયલટ વિરુદ્ધ ગહેલોત વિશે ભાષણબાજી પણ જબરદસ્ત થઈ રહી છે. ઑડિયો ટેપ માટે જ્યાં કોંગ્રેસ પાયલટ સાથેના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી ચૂકી છે ત્યાં પાયલટની અરજી પર આજે હાઈકોર્ટમાં પણ સુનાવણી છે. આ દરમિયાન અશોક ગહેલોતે સચિન પાયલટ વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

'સચિન પાયલટથી કોઈ વ્યક્તિગત મુશ્કેલી નથી'

'સચિન પાયલટથી કોઈ વ્યક્તિગત મુશ્કેલી નથી'

ન્યૂઝ 18ને આપેલા ઈન્ટવ્યુમાં અશોક ગહેલોતે કહ્યુ છે કે મને સચિન પાયલટ સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી અને ના તે સચિન પાયલટની વિરુદ્ધ રહ્યા છે. તેમની વાતોનુ મે હંમેશા સમ્માન કર્યુ છે. સીનિયર-જુનિયરનો માહોલ બનાવવો યોગ્ય નથી. રાહુલ ગાંધી પણ જાણે છે કે જ્યારે પણ ક્યારેય સંસદીય બોર્ડની બેઠક થઈ, મે હંમેશા યુવાનોની પૈરવી કરી છે, અરે આ લોકો કાલનુ ભવિષ્ય છે. આ લોકોને આગળ નહિ વધારુ તો કોને આગળ વધારીશ, હું છેલ્લા એક દોઢ વર્ષથી પાયલટ સાથે વાત નથી કરી રહ્યો કારણકે તે મારી સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા હતા. જ્યારથી મારી સરકાર બની છે તે સરકાર પાડવાની કોશિશમાં છે.

'ત્રણ વર્ષના હતા પાયલટ જ્યારે હું સાંસદ બન્યો'

'ત્રણ વર્ષના હતા પાયલટ જ્યારે હું સાંસદ બન્યો'

ગહેલોતે કહ્યુ કે અરે જ્યારે હું સાંસદ બન્યો ત્યારે સચિન પાયલટ માત્ર 3 વર્ષના હતા, અમારુ એકબીજાના ઘરે અવરજવર હતી, જો તે પાછા આવશે તો સૌથી પહેલા હું તેમને પ્રેમથી ગળે લગાવી લઈશ, મારા મનમાં તેમના પ્રત્યે શું ભાવના હશે. તમે અંદાજો લગાવી શકો છો, રાજકારણમાં ઉપર નીચે થતુ રહે છે કારણકે વ્યક્તિગત સંબંધ પોતાના હોય છે, તેમના અને મારા પરિવારનો 40 વર્ષનો સાથ રહ્યો છે. તમે આ ઘનિષ્ઠતા અને તેમના પ્રત્યે મારી ભાવનાઓનો અંદાજો લગાવી શકો છે.

ગહેલોતે કહ્યુ - પાયલટે મુદ્દો પાર્ટીની અંદર ઉકેલવો જોઈતો હતો

ગહેલોતે કહ્યુ - પાયલટે મુદ્દો પાર્ટીની અંદર ઉકેલવો જોઈતો હતો

તમને જણાવી દઈએ કે ગહેલોત આ વાતથી નિરાશ છે કે પાયલટને જે વાતોથી વાંધો હતો તેને તે સાર્વજનિક મંચ પર લઈને ગયા. તેમણે કહ્યુ કે સચિન પાયલટે પોતાના મુદ્દા પાર્ટીની અંદર જ ઉકેલવા જોઈતા હતા. પાયલટે એ પાર્ટીને છેતરવી ના જોઈએ જેણે તેને બધુ જ આપ્યુ. તેમને મૂળ હકીકતની માહિતી નથી એટલા માટે તે આવુ કરે છે. જો કે ગહેલોતે એ પણ કહ્યુ કે મહત્વાકાંક્ષી હોવુ ખોટુ નથી પરંતુ ખોટુ રમવુ યોગ્ય નથી. ગહેલોતે સ્પષ્ટ કહ્યુ કે પાયલટ ભાજપમાં જવા ઈચ્છતા હતા પરંતુ તેમની પાસે પૂરતી સંખ્યા ન હોવાના કારણે તે આવુ કરી શક્યા નહિ.

મંત્રીના દીકરાને કાયદો શીખવનાર સુનીતા યાદવે પણ તોડ્યા છે નિયમો, દંડ પણ ભર્યો નથીમંત્રીના દીકરાને કાયદો શીખવનાર સુનીતા યાદવે પણ તોડ્યા છે નિયમો, દંડ પણ ભર્યો નથી

English summary
CM Ashok Gehlot: Even if he decides to come back, I will hug him with love.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X