CM ભગવંત માને સ્વતંત્રતા સેનાની કૉમરેડ તેજા સિંહની પ્રતિમાનુ કર્યુ ઉદઘાટન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સંગરુરના નિહાલગઢ ગામમાં કૉમરેડ તેજા સિંહની યાદગીરીના સમારોહમાં પહોંચ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની કૉમરેડ તેજા સિંહની પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન સીએમ માને કહ્યું કે ભારત રત્ન એવા લોકોને મળવો જોઈએ જે તેના લાયક છે. ભારતના 2 વડાપ્રધાનો એવા છે જેમણે પોતાને જ ભારત રત્ન આપ્યો છે. આમ કહીને સીએમ માને નેહરુ અને ઈન્દિરા ગાંધી પર મોટો પ્રહાર કર્યો છે.

bhagwant mann

તેમણે કહ્યુ કે આ 2 મોટા નેતા છે જેમણે પોતાના માટે ભારત રત્નની માંગ કરી હતી. સીએમ માને કહ્યુ કે દેશ કોઈના પરિવારની જાગીર નથી. આ દરમિયાન મુખ્યમંત્રી માને સલાહ આપતા કહ્યુ કે રાજનીતિના કારણે કોઈની સાથે દુશ્મની ન રાખો. સરપંચ કોઈપણ પક્ષનો ન હોવો જોઈએ પરંતુ ગામનો હોવો જોઈએ. ગામના સંયુક્ત કાર્ય માટે ભેગા થવુ જોઈએ.

સીએમ માને કહ્યું કે પંજાબમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે. લોકોને મોહલ્લા ક્લિનિકમાં મફત સારવાર મળી રહી છે. એક વર્ષમાં 28 હજારથી વધુ નોકરીઓ આપવામાં આવી છે. નોકરીઓ આપવામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે. ભલામણના આધારે કોઈને નોકરી આપવામાં આવી રહી નથી. લોકોને 600 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X