રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે CM માનનો પલટવાર, કહ્યું-તમે બોલતા સારા નથી લાગતા

રાહુલ ગાંધીએ ભગવંત માન પર પ્રહારો કરતા સરકારને દિલ્હીથી ન ચલાવવા કહ્યું હતું. હવે આ મુદ્દે ભગવંત માને વળતો જવાબ આપ્યો છે. ભગવંત માને કહ્યું કે, મને મુખ્યમંત્રી પંજાબની જનતાએ બનાવ્યો છે, નહીં કે ચન્નીની જેમ રાહુલ ગાંધીએ.

નવી દિલ્હી : રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન સ્થાનિક સરકારો અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હાલમાં જ તેમને પંજાબના મુખ્યમમંત્રી ભગવંત માનને નિશાને લીધા હતા. હવે આ મુદ્દે ભગવત માને વળતો પ્રહાર કર્યો છે.

bhagwant mann

રાહુલ ગાંધીએ ભગવંત માન પર પ્રહારો કરતા સરકારને દિલ્હીથી ન ચલાવવા કહ્યું હતું. હવે આ મુદ્દે ભગવંત માને વળતો જવાબ આપ્યો છે. ભગવંત માને કહ્યું કે, મને મુખ્યમંત્રી પંજાબની જનતાએ બનાવ્યો છે, નહીં કે ચન્નીની જેમ રાહુલ ગાંધીએ. રાહુલ ગાંધી પંજાબમાં આડી અવળી વાતો ન કરે તો સારૂ.

ભગવંત માને ટ્વિટ કરીને જવાબ આપતા લખ્યુ કે, રાહુલ જી, પંજાબમાં તમે ઉલટુ સીધુ ન બોલો તો સારું. પંજાબની જનતાએ મને મુખ્યમંત્રી બનાવ્યો છે અને ચન્નીજીને રાહુલ ગાંધીએ. તમે દિલ્હીમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી કેપ્ટન સાહેબનું 2 મિનિટમાં અપમાન કરીને તેમને હટાવ્યા. યાત્રામાં પંજાબના અધ્યક્ષને ધક્કા પડી રહ્યા છે. તમે બોલતા સારા નથી લાગતા.

રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી ભગવંત માન પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ કોઈના રિમોટ કંટ્રોલ હેઠળ ન રહેવુ જોઈએ અને સ્વતંત્ર રીતે રાજ્યને ચલાવવું જોઈએ. પંજાબને પંજાબથી ચલાવવુ જોઈએ. રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, હું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને કહેવા માંગુ છું કે તમે પંજાબના મુખ્યમંત્રી છો, પંજાબને પંજાબથી જ ચલાવવું જોઈએ. ભગવંત માનને કેજરીવાલ જી અને દિલ્હીના દબાણમાં ન આવવું જોઈએ. તમારે સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ અને કોઈના રિમોટ કંટ્રોલ હેઠળ ન હોવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X