For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-NCRમાં આજથી મોંઘો થશે CNG, ક્યાં કેટલો વધશે ભાવ?

દેશની રાજધાની દિલ્હીમાં આજથી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ માહિતી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં આજથી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ માહિતી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા આપવામાં આવી છે. IGL વતી માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે 6 કલાકથી દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGની છૂટક કિંમતો વધારવામાં આવી રહી છે.

CNG

આજથી દિલ્હીમાં CNGની કિંમત 52.04 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. જ્યારે આજથી નોઈડામાં ગેસની કિંમત 58.58 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. આવા સમયે ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં સીએનજીની કિંમત આજથી 58.58 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

દિલ્હીમાં આજે CNGના ભાવમાં 2.28 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પ્રતિ કિલોગ્રામ 2.56 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 45 દિવસોમાં સીએનજીના ભાવમાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા 1 ઓક્ટોબરે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGના ભાવમાં વધારો કર્યો હતો. 1 ઓક્ટોબર બાદ 13 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં છેલ્લા 45 દિવસમાં CNGની કિંમતમાં 6.84 રૂપિયાનો વધારો થયો છે. જે લગભગ 15 ટકાથી વધુ છે.

English summary
CNG will become more expensive in Delhi-NCR from today, where will the price go up?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X