AAPએ કર્યો કોલસાની કમીનો દાવો તો ભડક્યા કોલસા મંત્રી પ્રહલાદ જોશી, કહ્યુ - 'આ પાર્ટી જ જૂઠ્ઠી છે...'
નવી દિલ્લીઃ કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવાર(29 એપ્રિલ)ના રોજ આમ આદમી પાર્ટી(આપ)ને આડે હાથ લીધી. આપના નેતા રાઘવ ચડ્ડા દ્વારા કોલસાની કમીનો આરોપ લગાવ્યા બાદ કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે આ પાર્ટીને 'જૂઠ્ઠુ બોલવાની આદત' છે. મંત્રી પ્રહલાદ જોશીએ આશ્વાસન આપ્યુ કે કોઈ પણ રીતે ગભરાવાની જરુરનથી, દેશમાં કોલસાનો સ્ટૉક છે.

'મારી સાથે કોઈ મુલાકાત થઈ નથી...'
કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ, 'આપના નેતા(રાઘવ ચડ્ડા) પંજાબના તથાકથિત સુપર મુખ્યમંત્રી(ભગવંત માન) અને (આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી) અરવિંદ કેજરીવાલની ખૂબ નજીક છે. આ પાર્ટીને જૂઠ્ઠુ બોલવાની આદત છે, એ મને ક્યારેય મળ્યા નથી. હવે એ મારુ નામ લઈને કહી રહ્યા છે કે તે મને મળ્યા હતા, એ બસ એક જૂઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે.'

રાઘવ ચઢ્ઢાનો દાવો, ભગવંત માને કરી હતી કોલસા મંત્રી સાથે મુલાકાત
આ પહેલા રાઘવ ચઢ્ઢાએ દેશમાં કોલસાની કમીને લઈને કેન્દ્રને ઝાટકીને કહ્યુ હતુ કે પંજાબ સહિત 16થી વધુ રાજ્યોમાં 'માત્ર એક કે બે દિવસ માટે કોલસાનો પુરવઠો દેખાઈ રહ્યો છે.' રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો, 'પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન થોડા દિવસો પહેલા દિલ્લીમાં કેન્દ્રીય કોલસા મંત્રી(પ્રહલાદ જોશી)ને મળવા ગયા હતા. બાદમાં તેમણે કોલસાની કમી ન હોવાનુ આશ્વાસન આપ્યુ હતુ. તેમ છતાં પંજાબ સહિત 16થી વધુ રાજયોમાં કોલસાનો પુરવઠો માત્ર 1-2 દિવસનો છે. કેન્દ્રએ પોતાની જવાબદારી નિભાવવી પડશે.'

AAPએ કોલસાની કમી પર વ્યક્ત કરી ચિંતા
આપના નેતૃત્વવાળી દિલ્લી સરકારે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીને વિજળીનો પુરવઠો પૂરો પાડતા પાવર પ્લાન્ટમાં કોલસાની સંભવિત કમી પર ચિંતા વ્યક્ત કરી. તેમનો દાવો છે કે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખીને પૂરતા કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો. દિલ્લી સરકાર મુજબ દાદરી-II પાવર પ્લાન્ટમાં માત્ર એક દિવસનો સ્ટૉક બચ્યો હતો અને ઉંચાહાર પાવર પ્લાન્ટમાં બે દિવસનો સ્ટૉક બચ્યો હતો.

'દાદરી અને ઉંચાહારમાં કોલસાની કમી નથી...'
કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ આગળ કહ્યુ, 'હું કહેવા માંગુ છુ, દાદરી અને ઉંચાહાર પાવર પ્લાન્ટના 11 એકમો પૂરી ક્ષમતા સાથે ચાલી રહ્યા છે અને તેમની પાસે 2.3 લાખ ટન કોલસાનો ભંડાર છે જેને દૈનિક આધારે પણ ભરવામાં આવે છે.' તેમણે એ પણ કહ્યુ કે કોલસા કંપનીઓ પાસે લગભગ 73 મિલિયન ટન કોલસાનો ભંડાર છે જ્યારે થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે 21.5 મિલિયન ટન કોલસાનો ભંડાર છે.

'આખા દેશમાં 7-10 દિવસનો કોલસાનો સ્ટૉક છે...'
એ વાત પર જોર આપીને કે 'ગભરાવાની કોઈ જરરુ નથી' જોશીએ આશ્વાસન આપ્યુ કે કેન્દ્ર સરકાર સ્થિતિનુ નિરીક્ષણ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ, 'અમારી પાસે આખા દેશમાં 7-10 દિવસનો જે પણ સ્ટૉક બચ્યો છે, તેની રોજ ભરપાઈ કરવામાં આવી રહી છે.' તમને જણાવી દઈએ કે અત્યંત ભીષણ ગરમીના કારણે એપ્રિલમાં વિજળીની માંગ વધી છે અને દેશના વિવિધ ભાગોમાં લોકોને વિજળી કાપનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે આયાત કોલસાની કિંમતોમાં ભારે વૃદ્ધિ અને અમુક પાવર પ્લાન્ટ પોતાની પૂરી ક્ષમતા સાથે કામ નથી કરી રહ્યા, આ મુશ્કેલીને વધારી દીધી છે.