For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા કૌભાંડ: જિંદાલ હાઉસની સામે પ્રદર્શન, પોલીસનો લાઠીચાર્જ

|
Google Oneindia Gujarati News

naveen jindal
નવી દિલ્હી, 12 જૂન : કેન્દ્રીય તપાસ બ્યૂરોએ કોલસા બ્લોક ફાળવણી ગોટાળામાં કોંગ્રેસ સાંસદ નવીન જિંદાલની સામે કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ આજે જિંદાલ હાઉસની બહાર ભારતીય જનતા યુવા અને હરિયાણા જનહિત કોંગ્રેસના 150 કાર્યકર્તાઓએ જોરદાર પ્રદર્શન કર્યું.

લગભગ એક કલાક સુધી ચાલેલા આ પ્રદર્શનને રોકવા માટે પોલીસબળનો પ્રયોગ કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો. તેમજ કોઇ અપ્રિય ઘટના ના ઘટે તેના પગલે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષે કોલસા ખાણ ફાળવણી કૌભાંડમાં કોગ્રેસ સાંસદ નવીન જિંદાલની સામે મામલો નોંધાવવાને ધ્યાનમાં રાખી તેમને સંસદીય સમિતિમાંથી રાજીનામું આપવાની માંગ કરી છે.

સીબીઆઇએ કોલ બ્લોક ફાળવણી સ્કેમમાં પોતાનું 12મું આરોપપત્ર દાખલ કર્યું જેમાં જિંદાલ અને તેમની કંપની જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, ગગન સ્પંજ અને બે અન્ય કંપનીયોના નામનો સમાવેશ થાય છે. સીબીઆઇ સૂત્રો અનુસાર હાલ ફિલહાલ દિલ્હી, હૈદરાબાદ અને કોલકાતામાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

English summary
coal scam: protest out side of jindal house, protester demanding of resignation of Naveen jindal from parliamentary board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X